Advertisement
Author: નોબત સમાચાર

ગેસના બાટલાના વિતરણ અંગે કેસમાં વેપારીનો થયો છૂટકારો

૨૦ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ

જામનગર તા. ૧૭: જામનગરના એક આસામી સામે લીકવીફાઈડ પેટ્રોલીયમ ગેસના બાટલાનું વેચાણ કરવા અંગે ગુન્હો નોંધાયા પછી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર શ્રીરામ સેલ્સ નામની પેઢીવાળા રામજી દેવશી પરમાર આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ લીકવીફાઈડ પેટ્રોલીયમ ગેસના બાટલાનું વિતરણ કરવાની પરવાનગી મેળવ્યા વગર વધુ ભાવ લઈ તેનું વેચાણ કરતા હોવાની ફરિયાદ વર્ષ ૨૦૦૪માં નાયબ મામલતદારે નોંધાવી હતી.

તે ફરિયાદ ચાલી જતાં અદાલતે કેસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હોવાનું ઠરાવી રામજી દેવશી પરમારનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ભગવાનજી રાઠોડ, જય રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh