Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે પ્રારંભ
ખંભાળિયા તા. ૧૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ૧૦૦ દિવસ સુધી ટી.બી. રોગ નિર્મુલન ઝુંબેશ શરૂ થઈ છે તે દરમિયાન ટી.બી.નું જોખમ ધરાવતા વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ૧૦૦ દિવસ માટે ટી.બી. રોગ નિર્મુલન ઝુંબેશની શરૂઆત રાજયના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ખંભાળિયાથી કરવામાં આવી હતી. જેમાં સતત ૧૦૦ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં સઘન સર્વે કરીને જોખમી સમુદાય, સ્લમ વિસ્તારો, ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં કામ કરતા લોકો, કામદારો, ૬૦ વર્ષથી ઉપરના વ્યકિતઓ તથા એવા સમુદાયોના લોકો જેમાં ટી.બી. રોગનું જોખમ વધુ હોય તેમના ઘેર-ઘેર જઈને આરોગ્યની ટીમ સર્વે કરીને સઘન ટી.બી. તપાસ કરવામાં આવી રહી છે.
ટી.બી.ના દર્દીને શોધીને તેમના રોગનું નિદાન કરવાની સાથે તેમને પોષણયુકત આહાર મળે તથા ટી.બી. મુકત થાય દર્દી તેવા પ્રયત્નો સાથે ઝુંબેશ શરૂ કરીને પરેજી તથા નિયમિતતા અને દવા રેગ્યુલર લેવાથી ટી.બી. મટી શકે છે. તે જાણકારી અપાઈ હતી.
૧૦૦ દિવસ સુધી ચાલનારા આ અભિયાનને લીલીઝંડી આપીને ખુલી મુકવાના કાર્યક્રમમાં કેબિનેટ મૂળુભાઈ બેરા સાથે અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટણીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, જિલ્લા અધિકારી ડો. કેતન, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિ.પં. કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારીયા, પુર્વ જિ.પં. પ્રમુખ પી.એસ. જાડેજા, અગ્રણીઓ સંજયભાઈ નકુમ, ભરતભાઈ ચાવડા, મોહનભાઈ મોટાણી, પી.એમ. ગઢવી, એભાભાઈ કરમૂર, પ્રતાપભાઈ પીંડારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial