Advertisement
Author: નોબત સમાચાર

મેગા મોલથી મયુર એવન્યુ સુધીનો માર્ગ પચ્ચીસ દિવસ માટે બંધ રહેશે

ભૂગર્ભ ગટરની કામગીરી માટે

જામનગર તા. ૧૮: જામનગરના વોર્ડ નં. ૧પ મા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ માર્ગ રપ દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. જે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

વોર્ડ નં. ૧પ ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧પ૧-એ મેગા મોલ પાસેના રસ્તામાં પટેલ જનરલ સ્ટોર્સની આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ થઈ મયુર એવન્યુના ગેઈટને જોડતા રસ્તા સુધી ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવનાર છે.

વાહન અકસ્માત નિવારવા સલામતિના ભાગરૂપે તા. ર૦-૧ર-ર૦ર૪ થી તા. ૧પ-૧-ર૦રપ સુધી તમામ વાહન માટે આ રસ્તો બંધ રાખવામાં આવનાર છે. આ માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે મયુર એવન્યુ મેઈન રોડથી શ્રી ચામુંડા કોલ્ડ્રીંક્સ દુકાનથી આહીર કન્યા છાત્રાલયને જોડતા મેઈન રોડ થઈ સંસ્કાર દિપ હોટલવાળા રોડથી કનસુમરા પાટિયાવાળો રસ્તો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh