Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યાઃ
ખંભાળિયા તા. ૧૮: દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાંથી બે શખ્સે એક સગીરાનું અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ થયા પછી તરત હરકતમાં આવેલી પોલીસે ગણતરીની કલાકોમાં બંને આરોપી તથા સગીરાને શોધી કાઢ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં બીએનએસની કલમ ૧૩૭ (ર), ૮૭ તથા પોક્સો એક્ટની કલમ ૧૮ હેઠળ ગુન્હો રજીસ્ટર થયો હતો. જેમાં જણાવાયા મુજબ એક સગીરાને બે આરોપી નસાડી ગયાનું જણાવાયું હતું.
ઉપરોક્ત ગુન્હાની તપાસ માટે સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. રાણાને સૂચના અપાતા તેઓએ ભાણવડ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી ટીમ રચ્યા પછી આરોપીઓના સગડ દબાવ્યા હતા. જેમાં ભાણવડ તાલુકાના રૂપામોરા ગામનો હનીફ કાળુ કાંટેલીયા તથા મોડપરનો રઝાક મામદ નાગલા ઉર્ફે ટકો નામના શખ્સો ગણતરીની કલાકમાં ઝડપાઈ ગયા છે.
આ બંને શખ્સની અટકાયત કરી પોલીસે અપહૃત સગીરાને પણ શોધી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial