Advertisement
Author: નોબત સમાચાર

શરદ પવારે ખેડૂતોના પ્રશ્ને વડાપ્રધાનની લીધી મુલાકાત

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું આમંત્રણ આપ્યું ?

નવીદિલ્હી તા. ૧૮: એનસીપી (એસપી) નેતા શરદ પવારે વડાપ્રધાનની મુલાકાત પછી તેઓ ખેડૂતોના પ્રશ્ને પી.એમ.ને મળવા ગયા હોવાનું જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં ગઠબંધન ધરાવતી મહાયુતિની જીત થઈ છે. બીજેપીને બહુમતી મળી છે. યુબીટી અને શરદ પવારની એનસીપીએ ભારે હારનો સામનો કરવો પડયો છે. તેવામાં આજે એવા સમાચાર સામે આવ્યા કે સંસદ ભવનના પીએમ કાર્યાલયમાં શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન થવાનું છે. આ સાહિત્ય સંમેલનમાં નિમંત્રણ પત્ર આપવા માટે શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતાં.  શરદ પવાર આ સંમેલનમાં સ્વાગતાધ્યાક્ષ છે. ત્યારે શરદ પવાર પીએમ મોદીને મળીને સંસદ ભવનમાંથી બહાર આવી રહ્યા હતા, તે દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને જણાવ્યું કે હું ખેડૂતો મુદ્દે પીએમ મોદીને મળવા ગયો હતો. તેમ સસ્પેન્સ પણ સર્જાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh