Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી
બ્રીસ્બેન તા.૧૮: ભારતના ૩૮ વર્ષના દિગ્ગજ સ્પીન બોલર રવિચંદ્રન અશ્વીને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃતિની જાહેરા કરી છે.
તેમણે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી પણ ક્રિકેટની રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહેશે. અર્થાત અશ્વિન આઈપીએએલ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. અને ટેસ્ટ કારકિર્દીમાં છ સદી અને ૧૪૪ ફીફટી ફટકારી છે.
સ્પીનર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે કુલ ૨૮૭ મેચ રમી છે. જેમાંથી તેણે ૧૦૬ ટેસ્ટ મેચમાં કુલ ૫૩૭ વિકેટ લીધી છે. તેને ૨૦૦ ઈનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી હતી. તે ૩૭ વખત પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે, જયારે ૮ વખત તે મેચમાં ૧૦ કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેની શ્રેષ્ઠ બોલિંગમાં ૫૯ રનમાં ૭ વિકેટ અને મેચમાં ૧૪૦ રનમાં ૧૩ વિકેટ છે. આ સાથે જ તેણે ૧૧૬ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૧૫૬ વિકેટ લીધી છે અશ્વિનને વન ડે ક્રિકેટમાં કયારેય પાંચ વિકેટ મળી નથી. ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તે એક વખત પણ પાંચ વિકેટો ઝડપી શકયો નથી. તેણે ૬૫ મેચમાં ૭૨ વિકેટ ઝડપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial