Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એન્થોપોમેટ્રી એકસેલન્સ પ્રોગ્રામ અંતર્ગત
ખંભાળિયા તા. ૧૮: દ્વારકામાં આઈ.સી.ડી.એસ. કર્મચારીઓ માટે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતોે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરનાં માર્ગદર્શન હેઠળ દ્વારકામાં આઈ.સી.ડી.એસ. કર્મચારીઓ એન્થ્રોપોમેટ્રી એકસેલન્સ પ્રોગ્રામ હેઠળ પ્રોજેકટ તુષ્ટિ અત્ર્ગત આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને જે.એસ.આઈ.આર.ટી. ઈન્ડિયા સંસ્થાઓના સહયોગ અને આઈ.સી.ડી.એસ. કચેરી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાના સંકલનમાં તા. ૯ થી ૧૧ ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી તાલીમમાં બાળકના કૂપોષણથી રક્ષણ માટે તેનું વજન, ઉંચાઈ, વૃદ્ધિનું માપન, પરામર્શ વગેરે વિષયો પર સહભાગીઓને પ્રશિક્ષક તાલીમ આપવામાં આવી હતી.
તા. ૯ ડિસેમ્બરે આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા દીપ પ્રાગટય દ્વારા તાલીમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું કે, આ તાલીમ થકી આઈ.સી.ડી.એસ. કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને લાભાર્થીઓને વધુ સારી સેવાઓ આપી શકશે. ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાને સુપોષીત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા માટે આ તાલીમ પ્રેરણારૂપ બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial