Advertisement
Author: નોબત સમાચાર

ડોક્લામમાં ચીને આઠ વર્ષમાં વસાવ્યા ૨૨ જેટલા ગામઃ વિદેશ મંત્રાલય મૌન

સેટેલાઈટ તસ્વીરોએ ખોલી ડ્રેગનની પોલઃ

નવી દિલ્હી તા. ૧૮: સેટેલાઈટ તસ્વીરોએ ડ્રેગનની પોલ ખોલી નાંખી છે. તસ્વીરો મુજબ ડોકલામ નજીક ભૂટાનમાં ચીને રર ગામ વસાવ્યા છે.

હાલમાં જ ચીન અને ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે એલઓસી (લાઈન ઓફ કંટ્રોલ) મુદ્દે સમાધાન કરવા બેઠક કરી હતી. તો બીજી તરફ ચીન ષડ્યંત્રો રચી ભારત પર કબજો જમાવવનું ચાલુ રાખી રહ્યો છે. ચીન ડોકલામમાં છેલ્લા આઠ વર્ષમાં રર ગામો વસાવી ચૂક્યું છે. ર૦ર૦ પછી ચીને ડોક્લામ પઠાર નજીક આઠ ગામો અને વસાહત વસાવી હોવાનું સેટેલાઈટ તસ્વીરો પરથી જાણવા મળ્યું છે.

ભૂટાનના પશ્ચિમી ક્ષેત્રમાં ડોકલામ નજીક આઠ ગામડાઓ પર ચીન પોતાનો અધિકાર દર્શાવી રહ્યા છે, જેમાં ઘણા ગામમાં ચીનની સેનાની ચોકીઓ પણ આવેલી છે. આ રર ગામમાં સૌથી મોટું ગામ જિવુ છે. ચીન ભૂટાન નજીક આવેલી સરહદો પર છેલ્લા આઠ વર્ષથી નવા ગામડાઓ બનાવી વસાહત સ્થાપિત કરી રહ્યું છે. જે ભારત માટે ચિંતાનું મોટું કારણ બન્યું છે.

ડોકલામમાં ચીનની સ્થિતિ મજબૂત બનતા સિલિગુડી કોરિડોરની સુરક્ષા જોખમાય છે. અ કોરિડોર ભારતની મુખ્ય જમીનને ઉત્તર-પૂર્વિય રાજ્યો સાથે જોડે છે. આ સેટેલાઈટ તસ્વીરો અંગે હાલ વિદેશ મંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી, અને મૌન છે!

છેલ્લા કેટલાક વર્ષોથી ચીન દ્વારા ભૂટાનની સરહદો પર બનાવવામાં આવેલા ગામડાઓની સેટેલાઈટ તસ્વીરો હોવા છતાં ભૂટાને ચીનની વસાહતનો ઈન્કાર કર્યો છે. ર૦ર૩ માં ભૂટાનના પૂર્વ વડાપ્રધાન લોને ત્હોરિંગે જણાવ્યું હતું કે, ભૂટાનમાં ચીનના કોઈ ઠેકાણા નથી.

એક રિપોર્ટ મુજબ ચીન દ્વારા ર૦૧૬ થી અતિક્રમણ થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ર૦૧૮માં ચીને ભૂટાનના ક્ષેત્રમાં પ્રથમ ગામ સ્થાપિત કર્યું હતું. આજે ર૩ ગામ અને વસાહતો વસાવી છે. જેમાં રર૮૪ ઘર છે અને ૭૦૦૦ થી વધુ લોકો રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh