Advertisement
Author: નોબત સમાચાર

સંજરી ટ્રસ્ટ દ્વારા સમસ્ત સુન્ની-મુસ્લિમ સમાજના ૫૧ દુલ્હા-દુલ્હનની સમૂહ શાદીનું ભવ્ય આયોજન

સિનિયર કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના જન્મદિન નિમિત્તે

જામનગર તા. ૧૮: જામનગરના સિનિયર કોર્પોરેટર, વિપક્ષના પૂર્વ નેતા અને મુસ્લિમ સમાજના સેવાભાવી અગ્રણી અલ્તાફભાઈ ખફીના જન્મદિન નિમિત્તે તેમના સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અન્ય દાતાઓના સહયોગથી આગામી તા. ર૯-૧ર-ર૦ર૪ ના દિને પ્રથમ વખત સમસ્ત સુન્ની-મુસ્લિમ સમાજના ૫૧ દુલ્હા-દુલ્હનના જશ્ને સમૂહ શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા. ર૯-૧ર-ર૦ર૪ ના મોરકંડા રોડ પર રૂમી પાર્કની વિશાળ જગ્યામાં આ સમૂહ શાદીનો પ્રસંગ રીત-રિવાજ સાથે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે.

આ સમૂહ શાદીના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ કોર્પોરેટર યુસુફભાઈ ખફી તથા મુસ્લિમ સમાજના અગ્રણી વકીલ હાજી હસનભાઈ ભંડેરીએ વિસ્તૃત માહિતી આપી હતી.

અલ્તાફભાઈ ખફીએ તેમના ગત્ જન્મદિને રક્તદાન કેમ્પ યોજી ૧૨૦૦ બોટલ રક્ત બ્લડ બેંકને અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત કોરોના સમયે ૧૦૦ બેડની અલાયદી હોસ્પિટલની સુવિધા તેમણે ઊભી કરી હતી. કુદરતી આપત્તિઓ સમયે તેમના ટ્રસ્ટ દ્વારા સહાય કરવાની સેવા પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી જણાવાયું કે, આ વખતે ૫૧ દુલ્હનોને ૨૦૦ જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે.

આ ભવ્ય આયોજનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ર૮-૧ર-ર૦ર૪, શનિવારના રાત્રે ૯.૦૦ વાગ્યે કાલાવડ નાકા બહાર, મોરકંડા રોડ ઉપર આવેલ રૂમી પાર્કમાં વાયઝ શરીફનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મરકઝ એ એહલે સુન્નતની જાન નબીરા એ આલા હઝરત, જાનશીન એ તાજુશ્શરીઅ, શેહદા એ તાજુશ્શરીઅ, ઝેરે સદારત હઝરત અલ્લામા અસ્જદ રઝા કાઈદે મિલ્લત કાઝીયુલ ફુઝઝાત ફીલ હિંદ ખિતાબતની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત દામાદે હુઝુર કાઈદે મિલ્લત અલ્લામા મુફતી આશીક હુશૈન કાદરી રઝવી (કશ્મીરી), ખલીફા એ હુઝુર તાજુશ્શરીઅહ અલ્લામા શૈયદ ફૈજાન મીયા હશની જમાલી કાઝી એ શહેર (રામપુર - યુપી), ખલીફા એ હુઝુર તાજુશ્શરીઅહ હઝરત પીરે તરીકત શૈયદ અબ્દુસ્સમદ કાદરી (મુંબઈ), કાઝી એ ગુજરાત ખલીફા એ તાજુશ્શરીઅહ હઝરત સૈયદ શલીમબાપુ કાદરી, ખલીફા એ હુઝુર તાજુશ્શરીઅહ સૈયદ ગુલામ હુશેનબાપુ કાદરી ઈમામ જામા મસ્જિદ (બેડી), મુન્નઝીરે અહલે સુન્નત અલ્લામા અબ્દુરસત્તાર હામદાની શાહબ (પોરબંદર), હમદર્દ એ મિલ્લત હઝરત મૌલાના ઉસ્માન ગનીબાપુ (ધ્રોલ), શાયરે એ અહલે સુન્નત શૈયદ તસ્નીમબાપુ કાદરી મહેબુબી (જામનગર), ખલીફા એ હુઝુર તાજુશ્શરીઅહ હઝરત સૈયદ સીકંદર બાપુ (રાજકોટ), ખલીફાએ હુઝુર તાજુશ્શરીઅહ મૌલાના સુલેમાન બરકાતી કાઝી એ શહેર (જામનગર), ખલીફા એ કાઈદે મિલ્લત મૌલાના હાફીઝ ફૈઝુલ હશન ઈમામ મદીના મસ્જિદ (જામનગર), નાશીર એ મસ્લકે આલ હઝરત સૈયદ બરકત શાહ બાપુ કાદરી (રાજકોટ), ખલીફા એ હુઝુર મુહદદીષે કબીર મુફતી અહમદ રઝા શાહબ નીઝામી (જામનગર) ખલીફા એ હુઝુર મુહદદીષે કબીર મુફતી મુઝમ્મીલ સાહબ બરકાતી (જામખંભાળીયા), ખલીફા એ હુઝુર તાજુશ્શરીઅહ હઝરત સૈયદ યુનુસ બાપુ બુખારી (જામખંભાળીયા), ખલીફા એ કાઈદે મિલ્લત મૌલાના શરફરાઝ સાહબ (જામનગર) તેમજ સૈયદ વઝીર અલી બાપુ (રાજકોટ), કારી સૈયદ છોટે સલીમબાપુ બુખારી, મૌલાના કારી નૌશાદ આલમ સાહબ રઝવી, મૌલાના કારી મુઝમ્મીલ સાહબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને તકરીર ફરમાવશે.

આ પ્રસંગના અન્ય આયોજનમાં તા. ર૯-૧ર-ર૦ર૪, રવિવારના સવારે ૯.૦૦ વાગ્યે દુલ્હન માટે આમીનનો કાર્યક્રમ યોજાશે. ત્યારપછી સવારે ૧૧ વાગ્યે નિકાહ પઢાવવામાં આવશે, અને ૧ર.૩૦ વાગ્યે ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતમાં બપોરે ર વાગ્યે ૧પ હજારથી વધુ વ્યક્તિઓ માટે સમૂહ ભોજન (ન્યાઝ) નું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમમાં લોકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અલ્તાફભાઈ ખફી તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નના આયોજનમાં તમામ દુલ્હા-દુલ્હનના નિકાહનું રજીસ્ટ્રેશન અલ્તાફભાઈ દ્વારા કરી આપવામાં આવશે. આ ઉપરાંત તમામ દુલ્હા-દુલ્હનોને સરકારી યોજના કુંવરબાઈ મામેરાનો લાભ અપાવવામાં આવશે.

માતા-પિતા પોતાની દીકરીના નિકાહમાં જે રીતે કરીયાવર આપતા હોય તેથી પણ વિશેષ કરીયાવર અને નિકાહનું આયોજન તથા વ્યવસ્થા અલ્તાફભાઈ ખફી દ્વારા કરવામાં આવેલ છે. ઉપરાંત ઝાકઝમાળ અને સાજ-સજાવટ વિશાળ સમીયાણામાં આયોજન કરવામાં આવેલ છે.

આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્ય દાતા અને આયોજક અલ્તાફભાઈ ખફી, વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા, મસીતીયાના પૂર્વ સરપંચ ગફારભાઈ ખફી, જાહીદખાન ઉપસ્થિત રહ્યાં હતાં. આાભારદર્શન જુમ્મા મસ્મિદ ટ્રસ્ટના પ્રમુખ રશીદભાઈ લુસવારાએ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh