Advertisement
Author: નોબત સમાચાર

હોટલ બુકીંગના નામે યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરનાર બે શખ્સ ઝડપાયા

દ્વારકા સાયબર ક્રાઈમે યુપીમાંથી પકડી પાડ્યાઃ

જામનગર તા. ૧૮: દ્વારકામાં આવતા યાત્રાળુઓ પાસેથી હોટલ બુકીંગના નામે છેતરપિંડી કરી લેતાં ઉત્તરપ્રદેશ ની કુખ્યાત મેવાત ગેંગના બે શખ્સને દેવભૂમિ સાયબર ક્રાઈમ ટીમે દબોચી લીધા છે.

યાત્રાધામ દ્વારકામાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ ઘઘડા નામના આસામીએ પોતાની શ્રી દર્શન નામની હોટલ માં ઓનલાઈન બુકીંગના નામે કેટલાક શખ્સોએ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સો હોટલના નામ જેવી જ ફેક સાઈટ ઈન્ટરનેટ પર વાયરલ કરી દૂરથી આવતા યાત્રીકો પાસેથી રૂમ બુકીંગના નામે મોટી રકમ મેળવી લઈ છેતરપિંડી આચરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ બાબતની તપાસ દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવ્યા પછી ટેકનિકલ વિગતો અને એનાલિસિસ કરાતા ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા દોલતપુરમાં રહેતા બે શખ્સના સગડ મળવા પામ્યા હતા.

ત્યાં ધસી ગયેલી સાયબર ક્રાઈમ ટીમે અઝરૂદ્દીન ફોજદાર મેવ અને નસીમ વસરૂદ્દીન મેવ ઉર્ફે મગર નામના બે શખ્સની અટકાયત કરી છે. આ શખ્સોએ દ્વારકામાં આવેલી હોટલના નામે ફેક બુકીંગ કરી યાત્રાળુઓ પાસેથી છેતરપિંડી આચર્યાની કબૂલાત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh