Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા સાડા સાત લાખ વળતર પેટે આપવા હુકમઃ
જામનગર તા. ૧૮: જામનગરના એક આસામીએ રૂ.સાડા સાત લાખ પોતાના મિત્ર પાસેથી હાથઉછીના લઈ પત્નીના નામનો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપી મહિલાને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ મુજબનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.
જામનગરના જાડેજા દિગ્વિજયસિંહ બટુકસિંહ પાસે તેમના મિત્ર ભીમશીભાઈ પીઠીયાએ રૂપિયા સાડા સાત લાખ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે પત્ની ચંદ્રિકાબેન ભીમશીભાઈના નામનો ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાં રજૂ કરાતા અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. તે બાબતે દિગ્વિજયસિંહે નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલા ચંદ્રિકાબેન ભીમશીભાઈ પીઠીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂપિયા સાડા સાત વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રકાંત ઠાકર, બિમલસિંહ ઝાલા, હર્ષાબેન ગોસાઈ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial