Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર પરિવાર દ્વારા
રાજકોટ તા. ૧૮: સુરેન્દ્રનગરના જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર પરિવાર દ્વારા આગામી તા. પ-૧-ર૦રપ ના રાજકોટમાં લોહાણા મહાજનવાડીમાં લોહાણા સમાજના દીકરા-દીકરીઓ માટે પારિવારિક પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈના તમામ મહાજન શ્રેષ્ઠીઓ તથા મેરેજ બ્યૂરો ચલાવતા સંચાલકો તથા દરેક રઘુવંશી આગેવાનો રઘુવંશી ભાઈ-બહેનો એકજુથ થઈને શુભ કાર્યને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી રહ્યા છે. દરેક દીકરા તથા દીકરીની પર્સનલ મિટિંગ માટે અનુભવી વડીલોની ટીમ જહેમત ઊઠાવી રહી છે.
આ પરિચય મેળાનું સંચાલન જાણીતા એન્કર હરેશભાઈ કોટક (ચોટીલાવાળા) કરશે તથા આ પરિચય મેળાની મલ્ટી કલર બુકલેટ પણ બહાર પડશે. તેમ જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્રના આયોજક નરેન્દ્રભાઈ પૂજારાએ જણાવ્યું છે. દરેક દીકરીઓની ફી નિઃશુલ્ક છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial