Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દિ'માં મોટા પ્રમાણમાં ઝડપાયો કરોડોનો ગાંજોઃ
અમદાવાદ તા. ૧૮: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે પેસેન્જરો પાસેથી રૂ. ૧પ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.
ડ્રગ્સના હબ બનેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ ૧પ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ડી.આર.આઈ.ના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટના બે પેસેન્જરો પાસેથી ૯.પ કિલોગ્રામ અને ૬ કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ ૧પ.પ કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાની ઈન્ટરનેશનલ માર્કેટ કિંમત ૧પ કરોડ રૂપિયા થવા જાય છે.
ભારતીય નાગરિકે ગાંજો વેક્યુમ પેકીંગ કરીને છૂપાવ્યો હતો. પણ વેક્યુમ પેકીંગ કરતા પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં.
ઉલ્લેખનિય છે કે, સળંગ બે દિવસમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે. સોમવારે કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા થાઈલેન્ડના નાગરિક પાસેથી ૬.પ કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત પાંચ કરોડ થવા જાય છે.
કસ્ટમની કાર્યવાહી પછી ડી.આર.આઈ.ને બાતમી મળી હતી કે આ જ ફ્લાઈટમાં અન્ય એક પેસેન્જર ઈન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ માટે કામ કરી રહ્યો છે અને હાઈબ્રીડ ગાંજો બેગેજમાં લઈને આવી રહ્યો છે.
આ બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ આ ભારતીય નાગરિકના બેગેજની તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓમાં કપડાની વચ્ચે ગાંજો છૂપાવેલો મળી અવ્યો હતો.
આ ભારતીય નાગરિકે પણ ગાંજો વેક્યુમ પેકીંગ કરીને છૂપાવ્યો હતો પણ તેણે ચાલાકી એ કરી હતી કે, વેક્યુમ પેકીંગ કરતા પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં.
ડીઆરઆઈ પાસે ચોક્કસ માહિતી હતી અને જે પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે તે ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા સિન્ડિકેટનો મેમ્બર છે. આ દેશના જુદા જુદા એરપોર્ટ ઉપર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે જ દિવસમાં ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા ર૦ કરોડથી વધારેનો ગાંજો પકડવામાં આવ્યો છે. આ કારણે અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઈઆઈની નજર છે.
અમદાવાદના એરપોર્ટ પર આવતા પેસેન્જરો ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હોવાથી કસ્ટમ અને કસ્ટમની એર ઈન્ટેલિજન્સ યુનિટ અને ડીઆરઆઈ નેશનલ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ઘોંસ વધારી રહ્યું છે અને ડ્રગ્સ પકડી રહ્યું છે.
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અચાનક ઈન્ટરનેશનલ ડ્રગ માફિયાઓએ હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી શરૂ કરી દીધી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ વિચારમાં પડી ગઈ છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં પેસેન્જર ડ્રગ્સની હેરાફેરી કરે તેના માટે એરપોર્ટ ઉપર ખાસ પ્રકારના બેગેજ સ્કિનિંગ મશીન રાખવામાં આવેલા છે પણ તેને પણ થાપ આપીને ડ્રગ્સની હેરાફેરી કરાઈ રહી છે.
આ કારણે ડીઆરઆઈએ પોતાના ખબરી નેટવર્કને વધારે સક્રિય કરવું પડ્યું છે. આ કારણે જ ડીઆરઆઈએ ચોક્કસ બાતમીના આધારે ૫ેસેન્જરને ઝડપી લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial