Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા. ૧૮: જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતા એક મહિલાએ કબજિયાતની બીમારીના કારણે પોતાને કેન્સર થયું હોવાનું માની લઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે મૃતકના પરિવારજનનું નિવેદન નોંધી કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં રહેતા વાલીબેન કરશનભાઈ બળીયાવદરા (ઉ.વ.૪૫) નામના મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ ન હતંુ ત્યારે એક ઓરડામાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ મહિલાને નીચે ઉતારી પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. તે દરમિયાન આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. લાલપુર તાલુકાના નાંદુરી ગામના ભીમશીભાઈ વરૂએ પોલીસને જાણ કરી છે.
આ મહિલાને થોડા દિવસોથી કબજિયાત રહેતી હતી તેના કારણે પોતાને કેન્સર થઈ ગયું હોવાનું માની લઈ આઘાતમાં રહેતા વાલીબેને આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. જમાદાર આર.કે. કંડોરીયાએ નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial