Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધન્વન્તરી પરિસરના ઓડિટોરિયમનું રાજમાતા ગુલાબકુંવરબા નામાભિધાન કરાયું

ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત

જામનગર તા. ૧૮: ભગવાન ધન્વન્તરીજીના પ્રાકટ્ય દિવસ એટલે કે, ધનતેરસથી સમગ્ર દેશમાં હમા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જામનગર આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) માં પણ તેની ઉજવણી ચાલે છે. જામનગર સ્થિત આયુર્વેદના વિવિધ સંસ્થાનોના સૌપ્રથમ પાયાના પથ્થર તરીકેની ભૂમિકા જામનગરના રાજવી પરિવાર દ્વારા અદા કરવામાં આવી છે, ત્યારે એક નાનકડી શરૂઆત વૈશ્વિક કક્ષાના પ્રવાહોનું કેન્દ્ર બની છે. ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત દેશનું સૌપ્રથમ અને એકમાત્ર આયુર્વેદ સંસ્થાન આઈ.ટી.આર.એ. ના ધન્વન્તરી મંદિર પરિસરમાં આવેલા ઓડિટોરિયમનું નામાભિધાન "રાજમાતા ગુલાબકુંવરબા સમાગૃહ" ૯ આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના વડા આર.કે. શાહના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું અને આ તકે આઈ.ટી.આર.એ. ના ઈન્ચાર્જ ડાયરેક્ટર પ્રો. બી.જે. પાટગીરી, ડેપ્યુટી ડાયરેક્ટર વર્ષાબેન સોલંકી, ડીન પ્રો. એ.એસ. બધેલ, પૂર્વ નિયામક અનૂપ ઠાકર અને સોસાયટીના કિર્તીભાઈ ફોફરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh