Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૪૫ હજારની સામે રૂ.૮૧ હજાર વ્યાજ અને મુદ્દલ પણ ચૂકવ્યા પછી પણ ઉઘરાણી

વધુ રૂ.૧ લાખની માગણી કરાયાની ફરિયાદઃ

જામનગર તા. ૧૮: જામનગરના એક આસામીએ રૂ.૪૫ હજાર છ વર્ષ પહેલાં દસ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૮૦ હજાર વ્યાજ પેટે તેમજ મુદ્દલ પણ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ એક રૂ.૧ લાખની માગણી કરી સિક્યુરિટીમાં રહેલા કોરા ચેકમાં મોટી રકમ ભરી ચેક પરત કરાવી લેવાતા આખરે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ ૫ાસે આવેલી જૂની ચાલીમાં રહેતા ક્રિષ્નકુમાર રવજીભાઈ ઘાવરી નામના આસામીએ વર્ષ ૨૦૧૮માં વ્યવહારીક કામ માટે પૈસાની જરૂર પડતા પોતાના પરિચયમાં રહેલા અને ગુરૂદ્વારા પાસે મંગલ બાગમાં રહેતા યોગેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૪૫ હજાર દસ ટકાના વ્યાજે લીધા હતા.

આ વેળાએ સિક્યુરિટીમાં કોરા ચેક આપવામાં આવ્યા હતા. તે પછી ક્રિષ્નકુમારે દર મહિને રૂ.૪૫૦૦ લેખે ૧૮ હપ્તા સુધી વ્યાજ ભર્યું હતું. તેઓએ રૂ.૮૧ હજાર વ્યાજમાં આપ્યા પછી રૂ.૪૫ હજાર પણ પરત આપી દીધા હતા. આમ છતાં યોગેન્દ્રસિંહે વધુ રૂ.૧ લાખની માગણી કરી ઉઘરાણી આદરી હતી.

તે દરમિયાન કચ્છના ગાંધીધામમાં આવેલી એક બેંકની શાખામાં કોરા ચેકમાં મોટી રકમ ભરી તેને બેંકમાં રજૂ કરાવી યોગેન્દ્રસિંહે ચેક પરત કરાવ્યા હતા અને ઉઘરાણી યથાવત રાખી હતી. કંટાળી ગયેલા ક્રિષ્નકુમારે પી.એન. માર્ગ પર આવેલા માણેક સેન્ટરમાં ઓફિસ ધરાવતા યોગેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh