Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કરાઈઃ
જામનગર તા. ૧૮: જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુંગાર હેઠળ આવતા આયુષ્માન આરોગ્ય મંદિર ધુંવાવમાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને વિસારની બહેનો માટે આરોગ્ય તપાસ તેમજ સરકારની વિવિધ યોજના વિષે લઘુશિબિર યોજવામાં આવી હતી.
આ લઘુશિબિરમાં સગર્ભાઓને જોખમી સગર્ભાના ચિન્હો વિશે તેમજ આયર્ન કેલ્શ્યમ ગોળી વિષે, ઓછા હિમોગ્લોબીનવાળી સગર્ભાને આયર્ન સુક્રોઝ સારવાર માટે, ટીટી રસી વિષે તેમજ ધાત્રી બહેનોને બાળકને ફરજિયાત ૬ માસ માતાનું ધાવણ આપવા અંગે, ઓછા વજનવાળા બાળકને કાંગારૃં કેર પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર પર તમામ રોગ સામે રક્ષણ મળે તે માટે રસી આપવામાં આવે છે. માટે સમયાન્તરે બાળકને રસીકરણ કરાવવા અંગે તેમજ ર બાળક વચ્ચે ૩ વર્ષનો સમયગાળો રાખવા માટે કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ, ઓરલ પિલ્સ, માલા ગોળી, છાયા ગોળી, અંતરા ઈન્જેક્શન, કોપર-ટી, પીપીઓ યુસીડી જેવી વિવિધ પદ્ધતિ વિષે, કુટુંબ નિયોજન હેઠળ મળવાપાત્ર લાભ અને નમોશ્રી યોજના વિશે અને ટીબી રોગ અને તેની સારવાર વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ જિલા આર.સી.એચ.ઓ. ડો. નુપુર પ્રસાદ, જિલ્લા પી.એચ.એન. જયાબેન તેમજ જિલ્લા ડી.એસ.બી.સી.સી. ચિરાગ પરમાર દ્વારા યોજવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial