Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાન શાસનમાં શિક્ષકો કલાર્ક અને છાત્રો કરે છે પટાવાળાનું કામ!!
ખંભાળિયા તા. ૧૮: ગુજરાત રાજયમાં ગુણોત્સવ, શાળા પ્રવેશ જેવા ઢગલાબંધ કાર્યક્રમો છતાં પણ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે. તેના અનેક કારણોમાં એક કારણ શાળાઓમાં કલાર્ક તથા પટાવાળાની ખાલી જગ્યા પણ છે !
રાજયની ૭૦ ટકા ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી કલાર્ક, પટાવાળાની જગ્યાઓ ખાલી છે જેથી શાળાના શિક્ષકો શિક્ષણનું કામ છોડીને કલાર્કનું કામ કરે છે. તો કયાંક આચાર્ય પણ તેમાં જોડાય છે..!! હાલ ઢગલાબંધ માહિતી રોજેરોજ અપડેટ માહિતી માંગવી, શિષ્યવૃત્તિઓ, સાયકલો, બોર્ડના ફોર્મ લખવા, આધારકાર્ડ, અપારકાર્ડ જેવી ઢગલાબંધ કાર્યવાહીમાં કલાર્ક ના હોય શિક્ષકોને કરવું પડે છે. જેમાં નુકસાન છાત્રોને જાય છે!
આ ઉપરાંત શાળાઓમાં પટાવાળાની જગ્યાઓ પણ વર્ષોથી ખાલી છે. પહેલા ૧૦૦ છાત્રો દીઠ એક પટાવાળા મળતા તે હવે ૫૦૦એ ૧ કર્યા છે તેમાં પણ વર્ષોથી ખાલી નથી તેને કારણે શાળા ખોલવાનું કામ તો શિક્ષક કે આચાર્ય કરે છે પણ વર્ગખંડ સફાઈ, પ્રાર્થનાખંડ સફાઈ, બેલ પાડવા, ચીજો આપવી લેવીના કામો મોટાભાગે છાત્રો પાસે જ કરવાના હોય આને કારણે પણ ભારે પરેશાની થતી હોય રાજય સંચાલક મંડળ દ્વારા ગઈકાલે સરકારને એક માસનું અલ્ટીમેટમ ભરતી કરવા આપ્યું છે નહીં તો આ પ્રશ્ન સમાજ પાસે લઈ જવાશે કેમકે સરકારને તો વારંવાર કહી ચૂકયા છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial