Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી વીજ કંપનીના ૧૭૦૦ મીટર વાયરની ચોરી કરતી ગેંગ ઝબ્બે

ત્રણ શખ્સની બે વાહન, ચોરાઉ વાહન સાથે ધરપકડઃ અન્યની શોધખોળ હાથ ધરાઈઃ

જામનગર તા. ૧૮: કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં રહેલી પોલીસે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ત્રણ શખ્સને ચોરાઉ ૧૭૦૦ મીટર વીજ વાયર સાથે પકડી પાડ્યા છે. આ શખ્સોએ અન્ય બે સાગરિત સાથે મળી બંને ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે ચોરાઉ વાયર, રૂ.૪ લાખના માલવાહક બે વાહન કબજે કરી બાકીના બે સાગરિતના સગડ દબાવ્યા છે.

કાલાવડના ગ્રામ્ય પંથકમાં વીજ કંપનીના એલ્યુમિનિયમના વાયરની ચોરીના જુદા જુદા બે ગુન્હા નોંધાયા હતા. તેમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એન.બી. ડાભીની સુચના અને પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ તપાસમાં હતો.

તે દરમિયાન સ્ટાફના મહેશ ચાવડા, કે.સી. જાડેજાને મળેલી બાતમીના આધારે બે માલવાહક વાહન સાથે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદળ ગામના ભરત પરબતભાઈ રાતડીયા, નિલેશ શાંતિભાઈ સોલંકી, સાગર કિશોરભાઈ ડાભી નામના ત્રણ શખ્સને પકડી લેવામાં આવ્યા હતા.

આ શખ્સો પાસે રહેલા જીજે-૩-બીવાય ૨૫૨૩ અને જીજે-૩-બીઝેડ ૧૯૫૯ નંબરના માલવાહક વાહનની તલાશી લેવાતા તેમાંથી એલ્યુમિનિયમના વીજતારના ૨૦ બંડલ મળી આવ્યા હતા. તે બંડલમાં રહેલા અંદાજે રૂ.૪૫ હજારની કિંમતના ૧૭૦૦ મીટર વાયર અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ રાજકોટના ભુરા વઢીયારા, અનિલ વઢીયારા સાથે મળી વીજ કંપનીના કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે આવેલા ગોડાઉનમાંથી તે વાયર ચોરી કર્યાની અને તેના બંડલ ઉપરોક્ત બંને વાહનમાં સારી લીધાની કબૂલાત આપી છે.

પોલીસે રૂ.૪ લાખના બે વાહન, રૂ.૪૫ હજારનો ૧૭૦૦ મીટર વાયર કબજે કરી ભરત રાતડીયા, નિલેશ સોલંકી, સાગર ડાભીની ધરપકડ કરી છે અને અનિલ તથા ભુરાની શોધ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં આ શખ્સોએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની સામે ઉપરોક્ત બે ગુન્હા નોંેંધાયેલા હોવા ઉપરાંત પડધરીના બારનાલા નદીકાંઠેથી એંસી કિલો વાયર ચોર્યાની અને રંગપર ગામના ડેમ પાસેથી ૯૯ કિલો વાયર, કેરાળા-સુવાગ ગામ વચ્ચેથી ૫૦ કિલો વાયર અને આણંદપર અને છાપરા ગામ વચ્ચે નદીના કાંઠેથી ૧૨૦ કિલો વાયર અગાઉ ચોરી લીધાની કબૂલાત આપી છે.

આ શખ્સો વીજ કંપનીની બંધ લાઈનના થાંભલા પરથી એલ્યુમિનિયમનો વાયર કાપી લેતા હોવાની કબૂલાત મળી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh