Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠંડા પવનો ફૂંકાતા હાલાર બન્યુ હેમાળો
જામનગર તા. ૧૮: જામનગરમાં છેલ્લા ચોવિસ કલાકમાં ૧.૯ ડિગ્રીના ઘટાડા સાથે ન્યૂનતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સિઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો હતો. સતત ઘટતા તાપમાન અને ઉત્તરના તેજીલા વાયરાઓના પગલે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હાલાર જાણે હેમાળો બની ગયો હોય તેવી હાડ થીજવતી કાતિલ ઠંડીનો પ્રારંભ થતા હાલારવાસીઓ ધ્રૂજી ઉઠ્યા છે.
ઉત્તરભારતમાં હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. જેના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશનાં ઘણાં ભાગોમાં તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે. માર્ગો, મેદાનો, પહાડો, ઘરો તથા વૃક્ષો પર બરફના થર જામી ગયાં છે.
અત્ર-તત્ર-સર્વત્ર બરફ હોવાથી ખાસ કરીને ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં વસતા લોકોને તેમના રોજબરોજના કાર્યો કરવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક માર્ગો બંધ થઈ જતા સ્થાનીકો સાથે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તરભારતના ઠંડા પવનોના પગલે હરિયાણા, પંજાબ, દિલ્લી, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થતા તિવ્ર ઠંડી પડી રહી છે.
જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે આજે સવારે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૯ ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સિઝનમાં પ્રથમ વખત ન્યૂનતમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. ઉટીરના ઠંડા પવનોના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હાલાર જાણે હેમાળો બની ગયો હોય તેવી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.
જામનગરમાં ગત રવિવારે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું હતું જેમાં અત્યાર સુધીમાં ૪.૪ ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં થયેલા ઘટાડા તેમજ તેજ ગતિએ ફુંકાતા પવનના પગલે નગરમાં ઠંડીનું લખલખુ છૂટી ગયું છે. પ્રજાજનો કાતિલ ઠંડીથી ધ્રૂજી ઉઠયા છે. ગ્રામ્ય વિસ્તારો તથા હાઈવે પર વધારે ઠંડી અનુવાઈ રહી છે.
ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ રાત્રે કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને તેમજ જે લોકો બહાર હતાં તેઓએ તેમનું કામ વહેલું આટોપી ઘર તરફ પ્રયાણ કર્યું હતું. પ્રજાજનોને ઘરમાં પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. જેમ-જેમ ઠંડી વધી રહી છે તેમ-તેમ ગરમ કપડાની દુકાનો તથા લારીઓ પર લોકોની ભીડ વધારે જોવા મળી હતી.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડિગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું ૧૩ ટકા વધીને ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૦ થી ૨૫ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial