Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌથી ઓછું તાપમાન નલિયામાં ૬.પ ડીગ્રીઃ જામનગરમાં ૯.૬ ડીગ્રી
અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે, અને મકરસંક્રાંતિમાં માવઠાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે, પરંતુ આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મકરસંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે. માવઠાની સાથે સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હવે શિયાળો જામી ગયો છે. દિવસે પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે.
અમદાવાદમાં ૧૪ અને ગાંધીનગરમાં તાપમાન ૧૧ ડીગ્રી આસપાસ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૬.પ ડીગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત્ રહેશે. આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
નલિયામાં લઘુતમ તાપમાન ૬.પ ડીગ્રી નોંધાયું છે. જામનગરમાં ૯.૬ ડીગ્રી, ગાંધીનગરમાં ૯ ડીગ્રી, અમદાવાદમાં ૧૧ ડીગ્રી જ્યારે રાજકોટમાં ૧૦.૮ ડીગ્રી, ડીસામાં ૧૧ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૧.૬ ડીગ્રી, મહુવામાં ૧ર.૧ ડીગ્રી, વડોદરામાં ૧ર.ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. કેશોદ ૧ર.૪ ડીગ્રી, પોરબંદર ૧ર.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે.
ઠંડી વધતા લોકો તાપણાઓનો સહારો લઈ રહ્યા છે અને ગરમ વસ્ત્રો પરિધાન કરી રહ્યા છે. ગૃહિણીઓ શિયાળાની ઋતુને અનુરૂપ પકવાનો, મીઠાઈઓ વગેરે બનાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial