Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજીએ ટીમના સદસ્યોનંુ કર્યું સન્માનઃ
જામનગર તા.૧૮ : જામનગરના બેડી વિસ્તારમાં એક એડવોકેટની કરાયેલી કરપીણ હત્યાના આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ ટીમની રચના કરાઈ હતી. આ ટીમે આરોપીઓને દબોચી લેવા ઉપરાંત આરોપીઓ વિરૂદ્ધના મજબૂત પુરાવા એકઠા કરી ચાર્જશીટ રજૂ કર્યંુ હતું. આ ટીમનંુ રાજકોટ રેન્જ આઈજીએ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કર્યું છે.
જામનગરના બેડી વિસ્તારમાં વકીલ હારૂનભાઈ પલેજાની કરપીણ હત્યા નિપજાવાઈ હતી. તેમાં સંડોવાયેલી સાયચા ગેંગ અને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી જેનું સુપરવિઝન શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાને સોંપાયું હતું.
ટીમમાં ડીવાયએસપીની રાહબરી હેઠળ સિટી એ ડિવિ. પીઆઈ એન.એ. ચાવડા, એએસઆઈ ભરત પટેલ, મુકેશસિંહ ઝાલા, સલીમ મલેક તથા જમાદાર દશરથસિંહ પરમારનો સમાવેશ કરાયો હતો. આ ટીમે ગણતરીના દિવસોમાં તમામ ૧૫ આરોપીને પકડી પાડવા ઉપરાંત આ શખ્સો સામે સાંયોગિક પુરાવા તેમજ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકઠા કર્યા પછી આરોપીઓ સામેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કર્યું હતું.
આ ટીમનું તાજેતરમાં જામનગર આવેલા રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ અધિકારીઓને પ્રમાણ પત્ર એનાયત કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial