Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સમયે ત્યાં હિન્દુઓની મોટી વસાહત હતી
લખનૌ તા. ૧૮: ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં એક સામયે હિન્દુઓની મોટી વસાહત હતી, અને ત્યાંથી જ વર્ષ- ૧૯૭૦માં બનેલુ શિવમંદિર જર્જરિત હાલતમાં મળી આવ્યું છે.
ઉત્તર પ્રદેશના સંભલ અને વારાણસી પછી હવે મુઝફફરનગર જિલ્લામાં પણ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં એક શિવ મંદિર જર્જરિત હાલતમાં મળી આવ્યું છે. મોહનલાલ લદ્દાવાલા મોહલ્લામાં ૫૪ વર્ષ પહેલાં શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે આ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી વધુ હતી. પરંતુ અયોધ્યા રામ મંદિર વિવાહ દરમિયાન ફાટી નીકળેલા રમખાણોમાં હિન્દુઓ પલાયન કરી ગયા હતા, જેથી આ મંદિર ખંડેરમાં તબદીલ થઈ ગયું છે.
આ વિસ્તારમાં હાલ મુસ્લિમની વસ્તી વધુ હોવાથી મંદિરમાં કોઈ પૂજા-અર્ચના થતી નથી, તેમજ મંદિરમાંથી ભગવાનની મુર્તિ પણ હટાવી લેવામાં આવી છે. ૧૯૭૦માં સ્થાપિત આ મંદિર ભકતોની ભીડથી ગુંજતુ હતું. આ આ વિસ્તારમાંથી પલાયન કરનાર પરિવારના જણાવ્યા પ્રમાણે, રામ મંદિર વિવાદ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં આ વિસ્તારમાં રહેતાં હિન્દુઓએ પલાયન કર્યુ હતું. ૧૯૯૦-૯૧ની સાલમાં પલાયન સમયે તેઓ મંદિરમાં સ્થાપિત શિવલીંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સાથે લઈ ગયા હતા.
તે પછી આ વિસ્તારમાં મુસ્લિમની વસ્તી વધી રહી હતી અને મંદિર જર્જરિત બન્યું હતુ. તે પછી જર્જરિત બનેલા મંદિરની જમીન પર અતિક્રમણ વધ્યું હતું. મંદિરની આસપાસના લોકોએ મંદિરની જમીન પર આંગણાઓ બનાવ્યા છે, તો કોઈએ પાર્કિંગ બનાવી દીધુ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
મુઝફફરનગરના મોહનલાલ લદ્દાવાલા મોહલ્લામાં રહેતાં એક નાગરિકે જણાવ્યું કે, આ સ્થળ ૧૯૭૦માં બન્યુ હતું. અહીં પાલ જાતિના લોકો વધુ રહેતા હતી. તેમણે જ આ મંદિર બનાવ્યું હતું. બાદમાં તેઓ પોતાની પ્રોપર્ટી વેચી બીજી જગ્યાએ શિફટ થઈ ગયાં. સ્થળાંતર વખતે તેઓ શિવલીંગ અને મૂર્તિઓ પણ લઈ ગયા હતાં. મંદિર લાંબા સમયથી બંધ પડયું છે. મુસ્લિમ સમુદાયે મંદિરનું કલરકામ પણ કરાવ્યું હતું. જો કોઈ ફરી મંદિર શરૂ કરવા માંગે છે, તો અમે તેમને રોકીશું નહીં. મંદિર હોય કે મસ્જિદ તે જાહેર સ્થળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial