Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જો બાઈડને કહ્યુ કે, અમે ભારત સાથે મજબુત સંબંધો બનાવ્યા છે તે જાળવજો..
નવી દિલ્હી તા. ૧૮: ભારત અમેરિકાના સામાન પર જેટલો ટેરિફ લાદશે તેટલો સમાન ટેરિફ અમેરિકા પણ ભારતીય સામાન પર લાદશે, તેમ ટ્રમ્પે જણાવ્યું છે.
અમેરિકામાં સત્તામાંથી વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે કહ્યું છે કે તે ભારત સાથે અમેરિકાના સંબંધોને મજબૂત સ્થિતિમાં છોડીને જઈ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે રહેવા દરમિયાન પણ આ સંબંધો મજબૂત રહેશે. ટ્રમ્પ ભારત સાથે સંબંધોને આગળ વધારશે. જો કે, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપતા કહ્યું છે કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશુ.
બાઈડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે મંગળવારે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબુત કરવા માટે કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવેરમાં યોજાનારી કવાડ સમિટનો પણ સમાવેશ થાય છે.
કેમ્પબેલે કહ્યું કે અમે ઉદ્યોગ, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના સંબંધોને અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં લઈ ગયા છીએ. બંને દેશ હવે સ્પેસ સેકટર માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે, ભારત અને બ્રાઝીલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધુ ટેરિફ લાદે છે. જો અમે તેમને કોઈ સામાન મોકલીએ તો તેઓ તેના પર ૧૦૦% અને ૨૦૦% ટેરિફ લાદે છે. જો તેઓ ટેરિફ લાદવા માંગતા હોય તો ઠીક છે.
અમે પણ તેમના પર સમાન ટેરિફ પણ લાદીશું. આ ઉપરાંત અમેરિકાના વાણિજય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું કે તમે અમારી સાથે જેવું વર્તન કરશો, તમારી સાથે પણ એવું જ વર્તન થશે.
બાઈડન પ્રશાસને મંગળવારે કહ્યું કે બે ચાર્જશીટને કારણે ભારત-અમેરિકાના સંબંધોને પડકારોનો સામનો કરવો પડયો છે. જો કે, બંને દેશો સફળતાપૂર્વક તેમનો સામનો કરશે. આ બે ચાર્જશીટમાંથી પહેલી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ અને બીજી બિઝનેસમેન ગૌતમ અદાણી મામલે છે.
પન્નુ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક ભારતીય અધિકારી પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી ચાર્જશીટમાં અબજોપતિ ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યા છે. આ બંને ચાર્જશીટ ન્યૂયોર્ક કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.
બાઈડન પ્રશાસનના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે આ મુદ્દે મહત્વની ચર્ચા થઈ છે. મને વિશ્વાસ છે કે અમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી લઈશું.
એવું કહેવાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ભારતીય ઈમિગ્રન્ટસની મુશ્કેલીઓ વધી શકે છે. લગભગ ૧૮ હજાર ભારતીયોને ત્યાંથી બહાર કરી શકાય છે. આ તમામ લોકો ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ છે જેમની પાસે યુએસ નાગરિકતા નથી, અને તેમની પાસે ત્યાંની નાગરિકતા મેળવવા માટે યોગ્ય ડોકયુમેન્ટ પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial