Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના મેવાસામાં ઈયળોનો ઢગલાબંધ ઉપદ્રવ

પોતાના જ ઘરમાં લોકો રહી શકતા નથીઃ દુર્ગંધ મારતી ઈયળો થકી જાહેર આરોગ્ય પર ખતરો

જામનગર-ખંભાળીયા તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના મેવાસામાં ઈયળોનો ઉપદ્રવ લોકોને પોતાના જ ઘરમાં રહેવા દેતો નથી અને જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો હોવા છતાં તંત્ર સૂસ્ત હોવાની રાવ ઉઠી છે.

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. વરસાદ અને ગરમીના બફારા વચ્ચે જમીનમાંથી ઈયળોના ઝુંડ બહાર નીકળ્યા છે. ગામમાં ઘરોમાં ઈયળોના ઉપદ્રવથી લોકો પરેશાન છે. ઈયળોના ઢગલા કરણધાર વિસ્તાર અને મેવાસા ગામ વિસ્તારોમાં નીકળ્યા છે.

જમીનમાંથી લાલ કલરની ઈયળોના ઢગલા નીકળી પડતા લોકોને ઘરમાં રહેવામાં મુશ્કેલી પડી રહી છે. નાના બાળકોને કયા સુવડાવવા તેને લઈ લોકો ચિંતામાં મૂકાયા છે. મેવાસા ગામ અને કરણ ધાર વિસ્તારોમાં ઢગલો ઈયળો નીકળી પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે, ગરમી અને વરસાદના કારણે આ ઈયળો બહાર નીકળી આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ રહી નથી, જેના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ફલો આર્મીવોર્મની ઈયળ ચારથી પાંચ વખત નિર્મોચન કરતી હોવાથી પાંચ થી છ અવસ્થા જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળો લીલાશ પડતા સફેદ રંગની કાળા માથાવાળી હોય છે. શરીર પર ભૂખરા રંગના ટપકાંઓની પાંચ હાર જોવા મળે છે. ટપકાંઓ પર નાના વાળ આવેલા હોય છે, પૂર્ણ વિકસિત ઈયળ ૪૦ થી ૪પ મીમી લાંબી તેમજ પ થી ૬ મીમી જેટલી પહોળી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળની માથાની લંબાઈ ર.૮ મી.મી. જ્યારે પહોળાઈ ર.૯ મીમી જેટલી હોય છે. પૂર્ણ વિકસિત ઈયળના માથા અને પક્ષના પ્રથમ ખંડ પર નરી આંખે જોઈ શકાય તેવી અંગ્રેજી વાય આકારના સફેદ રંગની નિશાની જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh