Advertisement
Author: નોબત સમાચાર

એ.કે. દોશી ભવન્સ વિદ્યાલયના વિદ્યાર્થીઓને 'જયશ્રી રામ' બોલતા અટકાવવાની સામે વિરોધ

જામનગરની હિન્દુ સેના દ્વારા

જામનગર તા. ૧૦: જામનગરમાં એ.કે. દોશી ભવન્સ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઈંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં બે સમય પ્રાર્થના થતી હોય ત્યારે તે સમયે વિદ્યાર્થીઓ જય શ્રી રામ અને મહાદેવ હર બોલતા હોય છે, પરંતુ આ શાળાના પ્રિન્સિપાલ ને કોઈ વાંધો નથી છતાં જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરેટો અને શિક્ષિકા રાખી રોકરીયાને તકલીફ થતા વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી જય શ્રી રામના નારા મંદિરો કે ઘરોમાં બોલાવાનું સ્પષ્ટ સંભળાવી દીધું અને એક વિદ્યાર્થીને માર પણ મારેલ, જેથી વાલીઓએ જુનિયર પ્રિન્સિપાલ કલોરાને રજુઆત કરાતા વિદ્યાર્થીને એલ.સી. પકડાવી દેવાની ધમકી આપી, કોઈને ન કહેવાની વાત કરી વાલીઓને રવાના કરી દીધેલ હતાં.

આ બાબતે વિદ્યાર્થીના વાલીએ હિન્દુ સેનામાં રજુઆત કરતા, હિન્દુ સેના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તમામ વિગતથી વાકેફ કરી અને એ.કે. દોશી ભવન્સ વિદ્યાલયના જુનિયર પ્રિન્સિપાલ કલોરા બરોટા અને શિક્ષિકા રાખી રોકરીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવા લેખિતમાં અરજી કરી હતી. જે સમયે હિંદુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર મંત્રી મયુર ચંદન, કિશન નંદા, યુવા પાંખના પ્રમુખ હર્ષ ભાનુશાળી, રોહિત નારવાણી, ધીરેન નંદા, મીડિયા સેલના સચિન જોશી, રણજીતસિંહ રાઠોડ, મંથન અઘેરા, કુશાંત વાઘેલા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, ઓમ લવા ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh