Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ વ્યાજના વિષચક્રની વ્યક્ત કરી આશંકાઃ
જામનગર તા. ૧૦: જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને રસનો ચિચોડો ચલાવી ગુજરાન મેળવતા એક વૃદ્ધે ગઈકાલે સાંજે અકળ કારણથી ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા હોવાની તેમના પુત્રએ આશંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. જામનગરના ખોજાનાકા પાસે વસવાટ કરતા અને ઠેબા બાયપાસ પાસે શેરડીના રસનો ચિચોડો ચલાવી ગુજરાન મેળવતા ઈબ્રાહીમભાઈ અલારખાભાઈ ડાકોરા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે ગઈકાલે સાંજે કાલાવડ નાકા પાસે જઈ કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ વૃદ્ધને દવાની અસર થવા લાગતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવારના અંતે તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તબીબે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ વૃદ્ધ થોડા સમયથી વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા હોવાની તેમના પુત્રએ આશંકા વ્યક્ત કરી છે. સિટી એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે. બ્લોચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial