Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત
જામનગર તા. ૧૦: જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત જુમ્મા મસ્જિદ પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા, માધ્યમિક શાળા માટેના નવા શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જામનગર શહેરના મુસ્લિમ સમાજના તમામ શિક્ષણપ્રેમી આગેવાનોની તેમજ જાહેર જનતાની મિટિંગ જુમ્મા મસ્જિદ, ટ્રસ્ટ બોર્ડ સંચાલિત જુમ્મા મસ્જિદ એજ્યુકેશન કમિટી દ્વારા નવા શૈક્ષણિક સંકુલ બનાવવાના સ્થળ કાલાવડ નાકા બહાર, ગરીબ નવાઝ પાર્ક-ર ની આગળ, લબ્બેક રેસિડેન્સીમાં જાહેર મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં જામનગર શહેરના મુસ્લિમ સમાજની જમાતોના પ્રમુખો, જમાતના આગેવાનો, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ અનેક સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, મસ્જિદોના ઈમામો, મોઅઝીનો તેમજ જામનગર શહેરના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆત શેહરે-એ-કાઝી જુમ્મા મસ્જિદના ઈમામ સાહેબ મૌલાના સુલેમાન બરકાતી સાહેબે કુરઆન પાકની તિલાવતથી કરી હતી. મહેમાનોનું શબ્દથી સ્વાગત જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી શેખ ગુલામદસ્તગીરે કર્યું હતું. જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના લીગલ એડવાઈઝર હાજીહસનભાઈ ભંડેરીએ આ સમગ્ર શૈક્ષણિક સંકુલની માહિતી સમાજ સમક્ષ આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફીએ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના સભ્યોને અભિનંદન આપ્યા હતાં તેમજ આ કાર્યમાં જામનગર શહેરના મુસ્લિમ સમાજના લોકોને તન-મન-ધનથી મદદ કરવાની અપીલ કરી હતી તેમજ આવતા દિવસોમાં સમાજને શૈક્ષણિક ક્ષેત્રે વધુને વધુ લોક સુવિધા મળે તેવા કાર્યો વધુને વધુ કરવામાં આવશે. આ મિટિંગનું પ્રમુખ સ્થાન જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અ. રશીદ લુસવાલાએ સંભાળેલું. આ તકે લબ્બેક રેસિડેન્સીના પ્રોપર્ટી બિલ્ડર અલ્તાફભાઈ માડકિયા તેમજ પારસભાઈ મકીમ વિગેરે મિત્રોનું ટ્રસ્ટ બોર્ડ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
તેમજ વર્ષો જુના જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડ અને રૂમી પરિવાર વચ્ચે ચાલતા વાલબાઈ મસ્જિદના કોર્ટ વિવાદ પ્રકરણમાં ટ્રસ્ટ બોર્ડ અને રૂમી પરિવાર વચ્ચે જુમ્મા મસ્જિદ ટર્સ્ટ બોર્ડના પ્રમુખ સેક્રેટરી અને ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નોથી સમાધાન થઈ જતા રૂમી પરિવારનું ટ્રસ્ટ બોર્ડ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શૈક્ષણિક સંકુલના નેક કાર્યમાં હાલાઈ મેમણ જમાત દ્વારા રૂપિયા પંદર લાખના ડોનેશનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ શહેર સુન્ની પિંજારા જમાત અને તન્ઝીમે ઉલ્માએ મસાજીદ દ્વારા બોર્ડના તમામ ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આભારવિધિ જુમ્મા-મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અ. રશીદ લુસવાલા દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial