Advertisement
Author: નોબત સમાચાર

નાણાકીય વર્ષ ર૦ર૪ માં ગુજરાત રાજ્યને પ્રાપ્ત થયું ૭.૩ બિલિયન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ

એફડીઆઈ પ્રવાહમાં ગુજરાતની સિદ્ધિઃ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં પંચાવન ટકા વધુ એફડીઆઈ પ્રવાહ

જામનગર તા. ૧૦: ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.

ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા ડોલર ૪.૭ બિલિયન એફડીઆઈ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ ર૦ર૪માં ગુજરાતે પપ ટકાના વધારા સાથે ડોલર ર.૬ બિલિયન વધુ એફડીઆઈ પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ ર૦ર૪ માં ડોલર ૭.૩ બિલિયન નવું એફડીઆઈ પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઈ પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઘણાં ઉદ્યોગ અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષમાં અનુક્રમે ડો. ર.૭, અને ડો. ૭.૩ બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.

ગુજરાતને સતત પ્રાપ્ત થનાર એફડીઆઈના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્ચિત કરી રહ્યા છે કે રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડકટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.

ગુજરાતમાં સતત એફડીઆઈ પ્રવાહની વૃદ્ધિના કારણો

ગુજરાતમાં એફડીઆઈના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો સમાવેશ થાય છે. કલસ્ટર આધારિત ઔદ્યોગિક  વસાહતો જેમ કે ગીફટ સિટી, સાણંદ જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, અને માંડલ બેચરાજી એસઆઈઆર પણ એફડીઆઈના પ્રવાહમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ ર૦ર૪માં ગુજરાતે સેમિકન્ડકટર સેકટર જેવા મોટા પ્રોજેકટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત થયું છે.

તે સિવાય, છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડકટર અને ઈલેકટ્રોનિકસ પોલિસી જેવી ક્ષેત્ર વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ એફડીઆઈનો પ્રવાહ વધ્યો છે. ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે.

એફડીઆઈ પ્રવાહમાં દેશના ટોચના પાંચ રાજ્ય

નાણાકીય વર્ષ ર૦ર૪ માં કુલ ડોલર ૧પ.૧ બિલિયન ડોલરના એફડીઆઈના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત ડોલર ૭.૩ બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી, અને તેલંગાણા અનુક્રમે ડોલર ૬.૬ બિલિયન, ડોલર ૬.પ અને ડોલર ૩ બિલિયનના એફડીઆઈના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh