Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણના ગુન્હામાં સિક્કા ગામના શખ્સની કોર્ટે કરી જામીનમુક્તિ

ચાર્જશીટ પહેલાં જ કરી હતી જામીન અરજીઃ

જામનગર તા. ૧૧: જામનગર તાલુકાના સિક્કા ગામના એક શખ્સ સામે સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. આ આરોપીએ ચાર્જશીટ પહેલાં જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગર તાલુકાના એક ગામમાં રહેતા ૫રિવારની સોળ વર્ષની સગીર પુત્રી ગઈ તા.૩૧ મેની રાત્રે પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી. પરિવારજનોએ તેણીની શરૂ કરેલી શોધખોળમાં સિક્કા ગામનો હારૂન અબ્બાસ મેપાણી નામનો શખ્સ તે તરૂણીને નસાડી ગયો હોવાની વિગત મળતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે ઉપરોક્ત ગુન્હા પરથી શરૂ કરેલી તપાસમાં આરોપી હારૂન મેપાણી ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની સામે આઈપીસી ૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ગુન્હો નોંધી આરોપીને જેલ હવાલે કર્યાે હતો. તેણે જામીન મુક્ત થવા જામનગરની ખાસ પોક્સો અદાલતમાં અરજી કરતા અદાલતે ચાર્જશીટ પહેલા જ આ આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ શકીલ ઓ. નોયડા, દીપક કે. ગચ્છર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh