Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગરના એક શખ્સ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયા પછી આ આરોપી સામે અદાલતે વોરંટ જારી કર્યું હતું. તે વોરંટ બજવણી વગર જ પરત ફરતા આરોપીને આગામી તા.૧૫ના દિને જવાબ આપવા માટે હાજર થવા અદાલતે ફરમાન કર્યું છે. જામનગરના અસગર હુસેનભાઈ કમોરા નામના શખ્સ સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે શખ્સની સામે અદાલતે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. તે વોરંટ આ આરોપી મળી આવતા નથી, ફરાર થઈ ગયા છે, વોરંટની બજવણી ન થઈ શકે તે માટે સંતાતા ફરે છે તેવો શેરો મારી વોરંટ પરત આવતા આ આરોપીને આગામી સોમવારે જવાબ આપવા અદાલત સમક્ષ હાજર થઈ જવા જામનગરના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજે ફરમાન કર્યું છે.