Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી સરકારે મૂરખ બનાવ્યા હોવાની કોમેન્ટો વહેતી થઈ!
રાજકોટ તા. ૧૦: રાજકોટના હિરાસરથી ફ્લાઈટ નહિં ઊડે અને માત્ર ડોમેસ્ટિકનું સંચાલન થશે, તેવા અહેવાલો પછી કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રવાસીઓને 'મામા' બનાવ્યા અને માત્ર વાતો જ કરી, નામ બડે દર્શન છોટે જેવો તાલ સર્જાયો હોવાની કોમેન્ટો થઈ રહી છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં રાજકોટ વિમાન દ્વારા વિદેશ ફરવા જવા ઈચ્છતા પ્રવાસીઓના સપના તૂટી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચીને હિરાસરમાં રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર કરાયું હતું. વડાપ્રધાન મોદીના હાથે જુલાઈ ર૦ર૩ માં તેનું ઉદ્ઘાટન પણ કરાયું હતું, પણ હવે ઉચ્ચ આ એરપોર્ટ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટોનું જ સંચાલન કરી શકશે તેવું જાહેર થયું છે.
આ એરપોર્ટ શરૂ થયું ત્યારથી વિવાદમાં છે. અપૂરતી સુવિધાઓ અને તાજેતરમાં છતનું ધબાય નમઃ જેવી ઘટનાઓથી એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. હવે એવી વાત બહાર આવી છે કે અહિંથી વિદેશી ફ્લાઈટ શક્ય નથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટનું જ સંચાલન થશે.
કાયમી ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂર્ણ થયા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ થવાની ધારણા હતી, પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નિર્ણય કર્યો છે કે એક નવું ટર્મિનલ ફક્ત આંતરરાષ્ટ્રીય કામગીરી માટે જ જરૂરી રહેશે, જે ૧પ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની ધારણા હેઠળ બાંધકામ હેઠળના ટર્મિનલની બાજુમાં હશે. આ ટર્મિનલ માત્ર સ્થાનિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે તેમ એક અંગ્રેજી અખબારે ટાંકીને આવી રહેલા અહેવાલો જણાવે છે.
શરૂઆતમાં નિર્માણાધીન ટર્મિનલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બન્ને ફ્લાઈટ્સનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરને સરળ બનાવવા માટે ટર્મિનલને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હશે. દરમિયાન એક અસ્થાયી ટર્મિનલ જે હાલમાં ઉપયોગમાં છે તે ફક્ત કાર્ગો અવરજવર માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું. એએઆઈની તાજેતરની બેઠકમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન ઓફિસો અને પેસેન્જર સુવિધાઓ માટેના જરૂરી સેટ-અપને કારણે આ ઈમારત આંતરરાષ્ટ્રીય કામગીરીને સમાવી શકશે નહીં. આથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, નવી ઈમારત એકવાર પૂર્ણ થયા પછી ફક્ત સ્થાનિક હેતુઓ માટે જ સેવા આપશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની અવરજવર માટે એક નવું ટર્મિનલ બનાવવાની દરખાસ્ત છે અને તે હાલમાં આયોજનના તબક્કામાં છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી કોઈ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી દર્શાવી નથી. જો નાગરિક ઊડ્ડયન મંત્રાલય નજીકના ભવિષ્યમાં આંતરરષટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવા પર ભાર મૂકે છે, તો સત્તાવાળાઓ તેમને હેન્ડલ કરવા માટે વર્તમાન અસ્થાયી બિલ્ડીંગનો ઉપયોગ કરવાનું વિચારશે.
રાજકોટથી ૩૦ કિ.મી. દૂર હિરાસરમાં નવા ગ્રીનફિલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ભૂમિપૂજન સમારોહ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા, ઓક્ટોબર ર૦૧૭ માં કરવામાં આવ્યો હતો. જમીન સંપાદન પછી, એરપોર્ટને ૧,૦૪પ હેક્ટર જમીન પર વિક્સાવવામાં આવ્યું છે, જેમાં ટર્મિનલ ર૩,૦૦૦ ચોરસ મીટર છે.
સપ્ટેમ્બર ર૦ર૩ માં હંગામી ઈમારતમાંથી એરપોર્ટનું સંચાલન શરૂ થયા પછી નવું ટર્મિનલ શરૂઆતમાં ફેબ્રુઆરી ર૦ર૪ ના અંત સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ આ કામમાં વિલંબ થયો છે. નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ ર૦ર૩ માં કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના અહેવાલો પછી મોદી સરકારે લોકોને મૂરખ બનાવ્યા હોવાની કોમેન્ટો પણ વહેતી થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial