Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર રોટરી ક્લબ અને નાગરિક સંરક્ષણ તંત્રનું સંકલનઃ
જામનગર તા. ૧૦: ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નાગરિક સંરક્ષણ તંત્ર જામનગર અને રોટરી ક્લબ જામનગર દ્વારા યોજાયો 'દિવ્યાંગ લોકોને આફત સમયે બચાવ' અંગે ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો.
નાગરિક સંરક્ષણ તંત્ર અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆઈડીએમ દ્વારા આયોજીત 'ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન ડિસેબિલિટી ઈન્ક્લુઝિવ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ' (ડેસેબિલિટી ધારાવતી વ્યક્તિનો બચાવ) અંગે એક દિવસીય ટ્રેનિંગ સેમિનાર શશીભગત અને સરોજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોલ જામનગરમાં યોજાઈ ગયો.
આ સેમિનારમાં જી.આઈ.ડી.એમ.ના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર સંદીપ પાંડે તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડર અસદ શેખ તથા અંધજન તાલીમ કેન્દ્રના પ્રકાશ મંકોડી, એડવોકેટ સતારભાઈ દરજાદાએ સેમિનારમાં ઉપસ્થિત નાગરિકોને વિવિધ માર્ગદર્શન તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર વિશેની છણાવટ કરી હતી. નાગરિક સંરક્ષણ જામનગરના વોર્ડન ભાઈ-બહેનો તથા રોટરી ક્લબ જામનગરના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં કલેક્ટર બી.કે. પંડ્યા સાહેબની પ્રેરક ઉપસ્થિતી સાથે તેમના દ્વારા નાગરિક સંરક્ષણ દળના સભ્યોને પ્રાથમિક તાલીમ પાસ કર્યા અંગેના પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણદળના વી.કે. ઉપાધ્યાય પી.આઈ., એમ.બી. ખીલેરી, ડીપીઓ, ભગીરથભાઈ ગોંડલિયા, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ બ્રિજેશ ઝવેરી, સેક્રેટરી રાજેન્દ્ર કાબરા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન નાગરિક સંરક્ષણ દળના ચીફ ઓફ વોર્ડન કમલેશ પંડ્યા રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન લલિત જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial