Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

મંડળીએ નોંધાવ્યો ૪૬ લાખનો ચોખ્ખો નફોઃ સભાસદોને ૧પ% ડિવિડન્ડની જાહેરાત

જામનગર તા. ૧૦: જામનગર મહાનગર પાલિકા સફાઈ કર્મચારી કો.ઓ. ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ વિજયભાઈ બાબરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજકોટ ગેમ ઝોનના મૃતકોને તેમજ મંડળીના અવસાન પામેલ સભાસદોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મંડળીના હિસાબનિસ ભદ્રેશભાઈ વોરાએ ઠરાવોનું વાચન કર્યું હતું. અધ્યક્ષે મંડળીની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં મંડળીએ ર૦ર૩-ર૪ માં રૂ. ૪૬ લાખનો ચોખ્ખો નફો કર્યો છે. થાપણદારોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે સભાસદોને ૧પ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. મંડળી દ્વારા અવસાન પામનાર સભાસદના વારસદારને ઘરે જઈને રૂ. પ૦ હજારની સહાય આપવાની વિગતો જણાવી હતી.

ગુજરાત રાજ્ય સરકારી સંઘ દ્વારા યોજાયેલ પગારદાર કર્મચારીઓની સહકારી મંડળીઓની સ્પર્ધામાં આ મંડળી જિલ્લા કક્ષાએ બીજા નંબરે આવી છે. જે માટે જિલ્લા મધ્યસ્થ વાલ્મિકી મહાપંચાયત દ્વારા મંડળીના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મંડળીના મુખ્ય પ્રયોજક અને પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ બાબરિયા તથા પી.સી. વાણિયાએ વ્યવસ્થાપક સમિતિને અભિનંદન આપ્યા હતાં.

આ સભામાં ચોથા વર્ગ કર્મચારી મહામંડળના પ્રદેશ અધ્યક્ષ અનિલભાઈ બાબરિયા, અગ્રણી આર.કે. મકવાણા, તુલસીભાઈ વાળા, પરસોત્તમભાઈ વાઘેલા, જીવરાજબાપુ, રમેશભાઈ વાઘેલા, અશોકભાઈ મકવાણા, મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન હરિશભાઈ મકવાણા તથા ભદ્રેશભાઈ વોરાએ કર્યું હતું. વ્યવસ્થા મંડળીના મેનેજર દર્શનભાઈ સીસોદિયાએ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh