Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટરને અપાયેલા લેખિત જવાબમાં દાવો
જામનગર તા. ૧૦: જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધી ફલાય ઓવર બ્રીજનું કામ ચાલુ છે જે ૮૮ ટકા પૂર્ણ થયું છે. તેવો લેખિત જવાબ આપવામાં આવ્યો છે પરંતુ હજુ વધુ કામ બાકી હોવાનું નજરે ચઢી રહ્યું છે.
વોર્ડ નંબર છ ના બસપાના કોર્પોરેટર કુરકાન શેખએ ફલાય ઓવરબ્રીજ અંગે માહિતી માંગી હતી તેમાં જવાબમાં જણાવાયું હતું કે બ્રિજ નિર્માણની સમય મર્યાદા ફેબ્રુઆરી ર૦ર૪ માં પૂર્ણ થયેલ છે જે કામ ની મુદ્દત એક વર્ષ વધારી દેવામાં આવી છે અને કામ ૮૮ ટકા પૂર્ણ થયેલ છે.
પીજીવીસીએલ, ઈન્ફ્રાસ્ટ્રકચર કેબલ, પાણીની લાઈન, ભૂગર્ભ ગટર, પાઈપ લાઈન, ગેસ પાઈપ લાઈનની કામગીરીના કારણે ૮૮ ટકા કામ પૂર્ણ થયું છે.
ત્યારે સવાલ એ છે કે શું ટેન્ડર સમયે જમીન નીચેથી પસાર થતી લાઈનની વિગતો ઉપલબ્ધ ન હતી? તેના સમયની ગણતરી કરવામાં આવી ન હતી. સત્ય હકીકત એવી છે કે કામ સમય મર્યાદામાં પૂર્ણ થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial