Advertisement
Author: નોબત સમાચાર

મુસ્લિમ મહિલા પણ તલાક પછી ભરણપોષણ મેળવી શકેઃ સુપ્રિમ કોર્ટ

સીઆરપીસીની કલમ-૧રપ હેઠળ

નવી દિલ્હી તા. ૧૦: મુસ્લિમ મહિલાને તલાક પછી ભરણપોષણ મળી શકે છે, તેવો દૂરગામી ચુકાદો સુપ્રિમ કોર્ટે આપ્યો છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદાથી એવી મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે જેમના તલાક થઈ ગયા છે, કોર્ટે બુધવારે ચુકાદામાં કહ્યું કે મુસ્લિમ મહિલાઓ તેમના પતિ વિરૂદ્ધ સીઆરપીસીની કલમ ૧રપ હેઠળ ભરણ-પોષણ માટે અરજી દાખલ કરી શકે છે.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ પણ એક જેવો જ ચુકાદો આપ્યો હતો. દેશની સૌથી મોટી કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે અમુક પતિ એવા તથ્યથી વાકેફ નથી કે પત્ની એક ગૃહિણી હોય છે પણ આ હોમ મેકર્સની ઓળખ ભાવનાત્મક અને અન્ય રીતે તેમના પર જ નિર્ભર હોય છે.

કોર્ટે કહ્યું કે એક ભારતીય વિવાહિત મહિલાઓએ તથ્ય પ્રત્યે સાવચેત થવાની જરૂર છે જે આર્થિક રીતે સ્વતંત્ર નથી. આ પ્રકારના આદેશથી સશક્તિકરણનો અર્થ એ છે કે તેમની સંસાધનો સુધી પહોંચ જળવાઈ રહે. અમે અમારા ચુકાદામાં ર૦૧૯ ના કાયદા હેઠળ ગેરકાયદે તલાકના પાસાઓ પણ ઉમેર્યા છે. અમારો નિષ્કર્ષ છે કે સીઆરપીસીની કલમ ૧રપ હેઠળ તમામ મહિલાઓ (લિવ ઈન સહિત અન્ય) પર આ ચુકાદો લાગુ પડે, ન કે ફકત વિવાહિત મહિલાઓ પર.

કોર્ટે એમ પણ કહ્યું કે જો કલમ ૧રપ સીઆરપીસી હેઠળ કેસ લંબિત હોય અને મુસ્લિમ મહિલા તલાક લઈ લે તો તે ર૦૧૯ ના કાયદાનો સહારો લઈ શકે છે. ર૦૧૯ નો કાયદો કલમ ૧રપ સીઆરપીસી હેઠળ વધારાના ઉપાયો પૂરા પાંડે છે. સુપ્રિમ કોર્ટની ડબલ બેન્ચે એક મુસ્લિમ યુવકની અરજી ફગાવી દીધી હતી. જેમાં સીઆરપીસીની કલમ ૧રપ હેઠળ તેની તલાકશુદા પત્નીની તરફેણમાં વચગાળાના ભરણ-પોષણ આદેશને પડકારાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું સંરક્ષણ) એકટ ૧૯૮૬ ની કલમ ૧રપની જોગવાઈઓને રદ નહીં કરે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh