Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપારીએ પંદર શખ્સ સામે વ્યાજખોરીની કરી છે ફરિયાદઃ
જામનગર તા. ૧૦: જામનગરમાં વડાપાઉંનો વ્યવસાય કરતા વેપારી પાસેથી વ્યાજના મામલે બે કોરા ચેક તથા ટ્રેક્ટર પડાવી લેનાર રાવલ સર ગામના એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ ઉપરાંત પંદર શખ્સો સામે વેપારીએ વ્યાજખોરી કર્યાની થોડા દિવસ પહેલા પોલીસમાં ફરિયાદ કરી હતી.
જામનગરના દાંડિયા હનુમાન મંદિર સામે ભૂતનાથ વડાપાઉં નામની દુકાન ચલાવતા આસામીએ થોડા દિવસ પહેલાં વ્યાજખોરી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ વેપારીએ રૂ.૪૦ લાખ જેટલી રકમ જુદા જુદા પંદર આસામી પાસેથી વ્યાજે લઈ તેની સામે રૂ.૮૧ લાખ ઉપરાંતની રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી તેની બે દુકાન પડાવી લેવા ઉપરાંત વ્યાજ ખોરોએ ત્રાસ આપ્યાની કેફિયત જાહેર કરી હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે પીઆઈ પી.પી. ઝાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી હતી. જેમાં ગઈકાલે પીએસઆઈ ડી.જી. રાજે આ વેપારીના પિતાની માલિકીનું જીજે-૧૦-ડીએન ૯૦૭ નંબરનું ટ્રેક્ટર તથા બે કોરા ચેક પડાવી લેનાર અતુલ મેઘાણંદભાઈ સાખરા નામના સરમત પાટિયા પાસેના રાવલસર ગામના શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial