Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિનિશ્યનની જગ્યા ખાલીઃ દર્દીઓને પરેશાની
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટી તથા જ્યાં રોજ પ૦૦-૭૦૦ દર્દીઓની ઓ.પી.ડી. થાય છે તેવી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કેટલાક સમયથી સિવિલ સર્જન, ઓર્થોપેડિક સર્જન તથા ગાયનેક સર્જનની જગ્યાઓ ખાલી પડતા દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હતી.
આ ખાલી જગ્યાઓ પર રાજ્ય સરકાર દ્વારા કાયમી તબીબ નહીં નિમાતા સ્થાનિક રીતે ફીક્સ પગારથી જ નિયુક્ત કરવાની થતી હોય, ખંભાળિયાની સરકારી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર પંડ્યા, હોસ્પિટલના સુપ્રિ. ડો. કપૂર તથા આર.એમ.ઓ. ડો. કેતન ગોસ્વામીના પ્રયાસોથી આ ત્રણેય જગ્યાઓ સ્થાનિક તબીબો સોનગરા નકુમની નિમણૂક કરાઈ છે, જેથી દર્દીઓમાં રાહતની લાગણી ફેલાઈ છે, જો કે લાંબા સમયથી ફિઝિશ્યનની જગ્યા ખાલી છે, પણ છેવાડાનું ગામ અને ફિક્સ પગાર ઓછો પડતો હોય અહીં ફિઝિશ્યન કોઈ આવતા નથી. જામનગરથી ડેપ્યુશિનમાં મૂકવા પણ માંગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial