Advertisement
Author: નોબત સમાચાર

ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને રૂપિયા ચાર લાખથી વધુની યોજનાકીય સહાય ચૂકવાઈ

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠકઃ

જામનગર તા. ૧૦: જિલ્લા કલેકટર બી.કે. પંડયાના અધ્યક્ષસ્થાને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ.૪ લાખથી વધુની સહાય ચૂકવાઈ હોવાની માહિતી અપાઈ હતી.

જિલ્લા કલેકટર અને પ્રમુખ બી.કે. પંડયા, જિલ્લા સેનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ, જામનગરના અધ્યક્ષસ્થાને સમિતિની ત્રિમાસિક બેઠક, સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની સમીક્ષા બેઠક નિવૃત્ત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક સહાય, દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ અને કેન્દ્ર સરકાર તરફથી આપવામાું આવતી વિવિધ સહાયની વિગત અત્રેની કચેરીના યોગેશ સોની, મુખ્ય કારકુને રજૂ કરી હતી. તેમજ પૂર્વ સૈનિકો તથા મંડળો તરફથી વિવિધ મુદ્દાઓ બાબતે જિલ્લા કલેકટર સાથે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગરના કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત્ત)એ જણાવ્યું હતું કે તા.૧-૪થી તા.૩૦-૬ સુધીમાં ૨૧ પરિવારોને રૂ. ૩,૬૬,૦૫૦ની માસિક આર્થિક સહાય, ૧ પરિવારને રૂ. ૨૭,૫૦૦ની દીકરી લગ્ન સહાય, ૪ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ. ૪૦,૦૦૦ એમ કુલ રૂ.૪,૩૩,૫૫૦ની સહાય ચૂકવવામાં આવી છે. તેમજ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો રજૂ કરાઈ હતી.

જિલ્લા કલેકટરે પૂર્વ સૈનિકો તથા સ્વ. સૈનિકોના પત્ની અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા તમામ લાભાર્થીઓને મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉપરાંત જામનગરમાં ડિફેન્સ મ્યુઝીયમ બને તે માટે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સના અધિકારીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એરફોર્સ એસો. જામનગરના પ્રમુખો તથા સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh