Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારની શરૂઆતમાં જ સન્નાટોઃ સેન્સેકસ ૮૦૦ પોઈન્ટ પછડાયોઃ નિફળી પણ તૂટ્યો

ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો

મુંબઈ તા. ૧૦: આજે ભારતીય શેરમાર્કેટમાં મોટો કડાકો થયો છે અને સેન્સેકસ ૮૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફળીમાં ર૪૦ પોઈન્ટથી વધુનો કડાકો થયો છે. પ્રારંભિક ઘટાડા સાથે સેન્સેકસ ૭૯,૬૧૧.૬પ અંકે પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને બોમ્બે સ્ટોક એકસચેન્જનો ૩૦ શેરનો સેન્સેકસ ૮૦,૦૦૦ ના સ્તરને પાર કરી ગયો હતો, બુધવારે આ ઉછાળો ચાલુ રહ્યો અને શરૂઆતની મિનિટોમાં જ શેરબજાર તૂટી પડ્યું.

જો કે, બીએસઈ સેન્સેકસે ટ્રેડિંગ શરૂ કરતાની સાથે જ તેના નવા ઓલ-ટાઈમ રેકર્ડ સ્તરને સ્પર્શ કર્યો અને બીજા દિવસે ઘટવાનું શરૂ કર્યું. સેન્સેકસ ૮૦૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે એનએસઈ નિફટી ર૪૦ પોલન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં હોબાળો જોવા મળી રહ્યો છે. તેના અગાઉના ૮૦,૩પ૧ ના બંધથી લીડ લઈને, સેન્સેકસ ઈન્ડેકસ ૮૦,૪પ૧.૩૬ ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, પરંતુ તે વેગ જાળવી શકયો ન હતો. સવારે ૧૧ વાગ્યે, સેન્સેકસ ૮પ૮.૩૭ ના ઘટાડા સાથે ૭૯,પ૦પ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ દિવસે તે રૂ. ૮૦,૦૦૦ ની ઉપર બંધ થયો હતો.

સેન્સેકસની જેમ નિફટી-પ૦ પણ ખરાબ રીતે તૂટ્યો એનએસઈ ઈન્ડેકસે ર૪,૪પ૯.૮પ ના સ્તરે ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું, જે તેના અગાઉના ર૪,૪૩૩ ના બંધ કરતા વધુ હતું, અને થોડીવારમાં, તે સેન્સેકસની રેખામાં આવી ગયું. સમાચાર લખાય છે ત્યાં સુધી નીફટી રપર.૯પ અથવા ૧.૦૪ ટકાના ઘટાડા સાથે ર૪,૧૮૦.રપ ના સ્તરે કરી રહ્યો હતો.

શેરબજારમાં અચાનક આવેલા મોટા ઘટાડાને કારણે બીએસઈ પર લિસ્ટેડ ૩૦માંથી ર૯ કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જે પાંચ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ છે, તેનો શેર લગભગ ૭ ટકા ઘટીને રૂ. ર૭ર૦ થયો હતો. મિડ કેપ કંપનીઓમાં, એસએઆઈએલ શેર ૪.ર૭ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો અને એસજેવીએન સ્ટોક ૩.૭પ ટકા ડાઉન ટ્રેડ થઈ રહ્યો હતો, સ્મોલ કેપ કંપનીઓમાં, ટીએઆરસી શેર ૭ ટકા અને એનએફએલ શેરી ૬ ટકા ઘટયો.

સૌથી વધુ ઘટેલા પ શેરો સિવાય જે શેરોમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. તેમાં એચસીએલ ટેક શેર ૩ ટકા, ટાટા સ્ટીલ શેર ર ટકા, ટાટા મોટર્સ શેર ૧.૮૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ શેર ૧.પ૦ ટકા અને મુકેશ અંબાણીના રિલાયન્સ શેર ૧.પ૦ ટકાની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh