Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'એક ગામ'ની પસંદગી હેઠળનો અહેવાલ મેળવવા
ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બાંકોડીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારીપત્રો તા. ૮-૭-ર૦ર૪ થી તા. ૧૬-૭-ર૦ર૪ સુધી ૧૧ કલાકથી ૧પ કલાક દરમિયાન (જાહેર રજા સિવાય) મામલતદાર કચેરી, તાલુકા સેવા સદન, કલ્યાણપુરથી મેળવી શકાશે. મળેલા ઉમેદવારી પત્ર રજૂ થવાની જે તે તારીખે તા. ૮-૭-ર૦ર૪ થી તા. ૧૬-૭-ર૦ર૪ ના ૧૭કલાકે યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૮-૭-ર૦ર૪ ના ૧૧ કલાકથી કરવામાં આવશે, જ્યારે તા. ૧૯-૭-ર૦ર૪ ના ૧પ કલાકે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.ર૦ થી ર૩-૭-ર૦ર૪ સુધી ૧૧ કલાકથી ૧પ કલાક સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે.
હરિફ ઉમેદવારોની આખરી યાદી તા. ર૩-૭-ર૦૪ ના સાંજે પ વાગ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે, અને મતદાન જરૂરી હોય તો તા. ર-૮-ર૦ર૪ ના સવારે ૯ થી સાંજે પ સુધી ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ થયા મુજના મતદાન મથકો પર કરવામાં આવશે. તા. પ-૮-ર૦ર૪ ના સવારે ૧૧ વાગ્યાથી મત ગણતરી કરવામાં આવશે, અને મતગણતરીની કામગીરી પૂર્ણ થયા પછી પરિણામ જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial