Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં આંશિક વધારોઃ ભેજ ૯૩ ટકા
જામનગર તા. ૧૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અડધા અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૩% રહેતા જનતાએ અસહ્ય બફારાની અનુભૂતિ કરી હતી.
જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન વચ્ચે સૂર્ય દેવતા ઉદીત થતા જમીન પર ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો જોવા મળ્યો હતો. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી જ્યારે બે ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા વધીને ૯૩ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જનતા અસહ્ય બફારાથી ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી, પરંતુ સાંજે પલટાયેલા વાતાવરણ પછી વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial