Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમીક્ષા બેઠકમાં વિવિધ મુદ્દે તલસ્પર્શી માહિતી મેળવી
ખંંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સ્વચ્છતા, પાણી, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી બાકી કામો તાકીદે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી અને પ્રશ્નો સત્વરે ઉકેલવા તાકીદ કરી હતી.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટમંત્રી અને દેવભૂમિ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના અધિકારીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીએ પાણી પુરવઠો, સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, આરોગ્ય પ્રવાસન તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભ, જિલ્લામાં કાર્યરત પ્રોજેકટ સહિતના અન્ય વિભાગોના કામો વિશે માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ તકે ચોમાસાની ઋતુને ધ્યાને લઈ તકેદારી લેવા, ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સાવચેતી માટે કોઝ-વે તથા ડેમ સાઈટ પર ચેતવણી દર્શક ચિન્હો લગાવવા વગેરે પગલા લેવા તેમજ રહેણાંક વિસ્તારો માં વરસાદને લીધે સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટે દવા છંટકાવ માટે તાકીદ કરી.
વધુમાં જિલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા, પાણી પુરવઠા સહિતની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા સાંસદ, ધારાસભ્યના કામોને અગ્રતા આપવા જણાવ્યું હતું. વિવિધ વિભાગના પડતર પ્રશ્નો અંગે માહિતી મેળવીને તેના પર વિસ્તૃત ચર્ચા કરી કામો પૂર્ણ કરવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, ન.પા. પ્રમુખ રચનાબેન મોટાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial