Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાના ભંગારના વેપારીની રૂ.૧.૩૭ લાખની રકમ બેડ પાસે ચોરાઈ

પોલીસે એક શકમંદની કરી લીધી અટકાયતઃ

જામનગર તા. ૧૦: ખંભાળિયામાં રહેતા અને ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીના રૂ.૧ લાખ ૩૭ હજાર રોકડા ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ આસામી માલવાહક વાહન ભાડે કરી રવિવારે જામનગર આવતા હતા ત્યારે બેડ ટોલનાકા પાસે તેમની આ રકમ ચોરાઈ હતી. પોલીસે એક શકમંદની અટક કરી રોકડ ઝબ્બે લીધી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રેલવે સ્ટેશન સામે તુલસી પાર્ક વિસ્તારમાં વસવાટ કરતા અને ભંગારનો વ્યાપાર કરતા દેવેનભાઈ રણછોડભાઈ મોદી નામના આસામી ગયા રવિવારે પોતાના કામસર એક વાહન બાંધી જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે સિક્કા પાટિયાથી આગળ બેડ ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે વાહનની સાથે રહેલા અંદાજે પચ્ચીસેક વર્ષની વયના લાગતા અને સફેદ ડિઝાઈવાળો કાળો શર્ટ અને ક્રીમ રંગનું નાઈટ પેન્ટ પહેરેલા એક શખ્સે દેવેનભાઈની રૂ.૧ લાખ ૩૭ હજારની રોકડ ચોરી કરી લીધી હતી.

આ બાબતની જાણ થયા પછી દેવેનભાઈએ ગઈકાલે સિક્કા પોલીસ મથકમાં તે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં શકમંદ શખ્સ ઝડપાઈ ગયો છે. પોલીસે તેના કબજામાંથી રૂ.૧ લાખ ૩૭ હજાર રોકડા કબજે કરી પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh