Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં કોંગ્રેસ સક્રિયઃ પંચાયતોની ચૂંટણીઓ માટે ઘડાઈ રહેલી રણનીતિ ? ભાજપ 'હવામાં'?

ડેમોગ્રાફી, ડેમોક્રેસી એન્ડ ડેસ્ટિનીનો આર્ટિકલ ચર્ચામાં

નવી દિલ્હી તા. ૧૦: રાષ્ટ્રીય સ્વયં સંઘના મુખપત્રમાં છપાયેલા એક લેખના મુદ્દે પ્રેસ-મીડિયામાં વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકની ત્રણ દિવસની ગુજરાતની યાત્રા દરમિયાન કોંગ્રેસ પંચાયત-પાલિકાઓની ચૂંટણીની ફૂલપ્રૂફ વ્યૂહરચના ઘડવાની હોવાની વાતો પણ વહેતી થઈ છે.

'ઓર્ગેનાઈઝર'માં ડેમોગ્રાફી, 'ડેમોક્રેસી એન્ડ ડેસ્ટિની'ના મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલા આર્ટિકલના મુદ્દે દેશવ્યાપી ચર્ચા થઈ રહી છે.

પ્રેસ-મીડિયામાં થઈ રહેલી ચર્ચા મુજબ ઓર્ગેનાઈઝરના માધ્યમથી વસતિ પરિવર્તનને લઈને વસતિ નિયંત્રણના સમાન ઉપાયો કરવાની જરૂર જણાવાઈ રહી છે, અને રાષ્ટ્રીય વસતિ નીતિ ઘડીને તે અમલમાં મૂકવાની માંગ ઊઠાવાઈ છે. કેટલાક સમુદાયોની વધી રહેલી વસતિ તો કેટલાક સમુદાયોમાં ઓછો થતો જતો જન્મદર દેશમાં વિવિધ પ્રકારના અસંતુષ્ઠનુ નોતરશે, તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા ચોક્કસ સમુદાયોની ખુલ્લી તરફેણ અને ચોક્કસ ધર્મ સંપ્રદાયો-સમુદાયોના અપમાન કરવાની થઈ રહેલી પ્રવૃત્તિઓને તેને અત્યંત જોખમી તથા દેશની એક્તા-અખંડિતતા પર પ્રહાર ગણાવીને આ લેખમાં જણાવાયું છે કે વસતિ નિયંત્રણની દિશામાં પશ્ચિમ ભારત ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો વધુ જાગૃત જણાયા છે. આ ચર્ચા પછી દેશમાં વસતિ નિયંત્રણનો મુદ્દો હવે 'વિશ્વ વસતિ નિયંત્રણ દિવસ'ની ઉજવણી સાથે સાંકળીને આ ક્ષેત્રે વ્યાપક ચર્ચા-પરામર્શ તથા સંવાદ-વિવાદ પણ થઈ શકે છે, તે પ્રકારના સંકેતો મળી રહ્યા છે.

બીજી તરફ લોકસભામાં બાવન પરથી નવ્વાણું બેઠક સુધી પહોંચેલી કોંગ્રેસ હવે વધુ સક્રિય જણાય છે. ગુજરાતના કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસની ગુજરાતની યાત્રા દરમિયાન આગામી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપને પછાડવાની રણનીતિ ઘડાશે અને ચોક્કસ વ્યૂહરચના નક્કી થશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટ માટે ક્રિકેટના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરની વરણી થઈ, તેને ક્રિકેટ રસિયાઓ તો આવકારી રહ્યા છે, પરંતુ આ મુદ્દો રાજકીય ક્ષેત્રે પણ પડઘાયો હોવાની ગુસપુસ થઈ રહી છે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh