Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ગાગા ગામની સીમમાં ગંજીપાના કૂટતા છ શખ્સની ધરપકડ

નગરમાંથી એલસીબીએ પકડ્યો વર્લીબાજઃ

જામનગર તા. ૧૦: કલ્યાણપુર તાલુકાના ગાગાની સીમમાં ગઈરાત્રે જાહેરમાં જુગટુ રમતા છ શખ્સ મળી આવ્યા હતા. ત્યાંથી પોલીસે રોકડ તથા ગંજીપાના કબજે કર્યા છે. જ્યારે જામનગરમાંથી એક વર્લીબાજ મળી આવ્યો છે. પોલીસે તેની પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લીધોે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી કલ્યાણપુર પોલીસ સ્ટેશનના માલદેભાઈ, મિલનભાઈને મળતા પીએસઆઈ યુ.બી. અખેડને વાકેફ કરાયા પછી રાત્રે બે વાગ્યે પોલીસે ગાગા ગામની સેવરીયાવાળા ડાડાની સીમમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં જાહેરમાં હાથબત્તીના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા મેરામણભાઈ ધનાભાઈ ચાવડા, નારણભાઈ કાનજીભાઈ પરમાર, મથુરભાઈ ભાણજીભાઈ પરમાર, મયુરસિંહ ઉર્ફે મહિપતસિંહ લગધીરસિંહ જાડેજા, દીપકસિંહ મંગળસિંહ વાઢેર, રઘુવીરસિંહ ભીખુભા વાઢેર નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૨૨૦૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરમા કાશી વિશ્વનાથ રોડ પર ધણશેરીની ખાડ પાસે ગઈકાલે બપોરે જાહેરમાં વર્લીના આંકડા લખાતા હોવાની બાતમી પરથી એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી દીપક ધનજીભાઈ પરમાર નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો. તેના કબજામાંથી રૂ.૧૧૫૪૦ રોકડા, એક મોબાઈલ કબજે લેવાયો છે. તેણે પોતાના સાગરિત બાપુનું નામ આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh