Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૮ મી ફેબ્રુ. ર૦રપ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે
જામનગર તા. ૧૦: જિલ્લાના ખેડૂતો અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ થકી ખાતરના છંટકાવ અંગેની યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂતો પોર્ટલ પર આગામી તા. ર૮-ર-રપ સુધી અરજી કરી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગ મારફત પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરીયા, એફસીઓ માન્ય પ્રવાહી ખાતરો અને જૈવિક ખાતરોના છંટકાવ માટેની યોજનાનો ખેડૂતો લાભ લઈ શકે તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ર૦ર૪-રપ માટે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી ઘટક માટે અરજીઓ મેળવવાની થાય છે.
રાજ્ય સરકાર દ્વારા સને ર૦ર૪-રપ માટે આઈ ખેડૂત પોર્ટલ ગત તા. ૩-૭-ર૪ થી તારીખ ર૮-ર-રપ સુધી ડ્રોન ટેકનોલોજીમાં ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સદર યોજનામાં નાણાકીય સહાય ડ્રોનના ઉપયોગ પર એટલે કે ડ્રોન ઉપલબ્ધ કરાવનાર સર્વિસ પ્રોવાઈડરના એકરદીઠના ભાડા પર આપવામાં આવે છે. જેની મર્યાદા એકરદીઠ રૂ. પ૦૦ અથવા ખર્ચના ૯૦ ટકા બે માંથી જે ઓછું હોય તે તથા ખાતા દીઠ વધુમાં વધુ પાંચ એકરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. ડ્રોન સર્વિસ પ્રોવાઈડરોનો જુથમાં સંપર્ક સાધવા માર્ગદર્શિત કરવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જામનગર પંચાયત જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial