Advertisement
Author: નોબત સમાચાર

લાખોટા કેનાલમાં દરેડ નજીક ઠલવાતા કેમિકલયુક્ત પાણી અંગે પગલાં લેવા રજૂઆત

જામનગર    તા. ૧૦: જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં કેનાલ મારફતે વરસાદી પાણીની આવક થાય છે. લાલપુર બાયપાસ ચોકડીથી દરેડની ગોળાઈ સુધીની કેનાલમાં કેમિકલયુક્ત ભયંકર દૂષિત કદડો-પાણી ભરાયેલા છે. જે કદડો-કેમિકલયુક્ત પાણી લાખોટામાં ઠલવાશે તેવી શક્યતા છે.

આ પ્રશ્ને ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના જાગૃત નાગરિક રાજેન્દ્રસિંહ કે. સોઢાએ અગાઉ તા. ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ ના પત્રથી પણ તંત્રનું ધ્યાન દોરી પગલાં લેવ માંગણી કરી હતી.

હાલ કોલેરાનો રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે વધુ રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. લાખોટા તળાવની આસપાસના ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાથી લોકોના આરોગ્ય પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. તળાવની જીવસૃષ્ટિને પણ અસર થશે.

આ સંજોગોમાં સંબંધિત તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કેનાલમાંથી દૂષિત કદડો-પાણી દૂર કરવા તથા કેનાલમાં આવા કેમિકલયુક્ત પાણી છોડનારા સામે પગલાં લેવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉપર ઉગ્ર રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh