Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા ગયેલા સલાયાના ત્રણ શખ્સ સામે ગુન્હો

સલાયા મરીન પોલીસ સ્ટેશને કરી કાર્યવાહીઃ

જામનગર તા. ૧૦: હાલમાં ચોમાસાની સિઝનના કારણે દરિયામાં માછીમારી કરવા જવા સામે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં ગઈકાલે સલાયાના ત્રણ માછીમાર દરિયામાંથી પરત આવતા ત્રણેય સામે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

ખંભાળિયા તાલુકાના સલાયામાં આવેલા સફીઢોળા ૫ાસે ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સલાયાનો તાલબ હારૂન સંઘાર નામનો માછીમાર દરિયામાંથી પરત ફરતો જોવા મળ્યો હતો. હાલમાં ચોમાસાની સિઝનના કારણે માછીમારી કરવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ શખ્સ પરવાનગી વગર માછીમારી માટે ગયો હતો. તેની સામે ગુન્હો નોંધાયો છે. સલાયાનો જ ઓસમાણ સુલેમાન સંઘાર નામનો માછીમાર પણ ગઈકાલે સાંજે દરિયામાંથી પરત ફરતા પોલીસે કાર્યવાહી કરી છે. ઉપરાંત નઝીર આમદ સંઘાર નામનો માછીમાર પણ પરવાનગી વગર દરિયામાં માછીમારી માટે હોડી લઈને ગયો હતો. તેની સામે પણ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh