Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગમાં જાગૃતિલક્ષી કાર્યક્રમઃ સરળ રીતે માર્ગદર્શન

પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે

જામનગર તા. ૧૦: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે ડીએચઈડબલ્યુ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગમાં જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયંુ હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસી. પીસી એન્ડ પીએનડીટી એક્ટ હિતેશભાઈ બોરીચાએ માહિતી આપી હતી.

એક્ટ અનુસાર ગર્ભમાં રહેલા શિશુનું લીંગ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાનૂની અપરાધ છે. આવી પ્રવૃત્તિને રોકવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને આવી પ્રવૃત્તિઓ વિરૂદ્ધ કડક સજાની જોગવાઈ રહેલી છે. કાર્યક્રમમાં છાત્રો સહભાગી બન્યા હતા. તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, નારી અદાલત વગેરે માહિતી સ્ટાફ ડિસ્ટ્રીક્ટ કો.ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ અને અસ્મિતાબેન સાદીયાએ આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh